ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર કાર્યક્રમમાં રડતા બાળક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રેમાળ અભિગમ

VIDEO / ભાવનગર કાર્યક્રમમાં રડતા બાળક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રેમાળ અભિગમ

Published By: Vishal Khamar

Last Updated: 10:28 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના કાર્યક્રમ દરમિયાન બાળકના રડવાનો અવાજ સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને માતાને બાળક સાથે હોલમાં બેસવા દેવા જણાવ્યું.

ADVERTISEMENT

ભાવનગર: ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા વિકાસકાર્યોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક સહજ ટકોર ચર્ચાનું કેન્દ્ર બની હતી. મુખ્યમંત્રી મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા ત્યારે ઓડિટોરિયમમાં એક બાળક રડવા લાગ્યું હતું. કાર્યક્રમમાં ખલેલ ન પડે તે માટે પોલીસકર્મીઓ બાળકની માતાને હોલની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન આ તરફ ગયું હતું. તેમણે તરત જ પોતાનું સંબોધન અટકાવી પોલીસકર્મીઓને માતા-બાળકને બહાર લઈ જતાં રોક્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બાળક છે, રડશે જ; માતાને હોલમાં બેસવા દો. બાળકના રડવાનો અવાજ સંભળાશે તો પણ વાંધો નથી.

ત્યાર બાદ તેમણે માતાને હળવી શૈલીમાં કહ્યું હતું કે, ‘તમારે બેસવું હોય તો શાંતિથી બેસો, ભલે રડતા હો... એ તો બધાને સંભળાશે!’ મુખ્યમંત્રીની આ વાત સાંભળીને ઓડિટોરિયમમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને તાળીઓથી સમગ્ર હોલ ગૂંજી ઉઠ્યો હતો.

ભાવનગરની સ્વચ્છતા અંગે CMનો રમૂજી સવાલ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફરતી વખતે સારી સ્વચ્છતા જોવા મળી. જોકે, સફાઈ કર્મચારીઓની હાજરીમાં તેમણે રમૂજી અંદાજમાં સવાલ કર્યો હતો કે, ‘રોજ આવી જ સ્વચ્છતા હોય છે કે આજે હું આવવાનો હતો એટલે ખાસ સફાઈ કરવામાં આવી છે?’

CMની આ ટકોર સાંભળીને કાર્યક્રમમાં હાજર અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોમાં ફરી હાસ્ય ફેલાયું હતું. મુખ્યમંત્રીએ સ્વચ્છતાને માત્ર મહાનગરપાલિકા કે સફાઈ કર્મચારીઓની જવાબદારી ન ગણાવી તેને નાગરિકોના સંસ્કાર સાથે જોડવાની વાત કરી હતી.

ભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ

‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી. આ પૈકી ₹33 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા હેઠળના ₹621.63 કરોડના વિવિધ કામો સહિત માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અનેક પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી અને ‘વિકાસ પણ, વિરાસત પણ’ પર ભાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં નાની ઉંમરે હાર્ટ એટેક અને ડાયાબિટીસ સહિતની બીમારીઓના વધતા જોખમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી.

આ સાથે તેમણે સરકારના **‘વિકાસ પણ, વિરાસત પણ’**ના મંત્રને પણ દોહરાવ્યો હતો.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે તેમજ ભાવનગર માટે મંજૂર થયેલા ₹650 કરોડના બ્રિજ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને તેને શહેરના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ વાહન પાર્ક કરવા બાબતે અમદાવાદમાં બબાલ, દુકાનમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્યો, કલેક્ટર ડૉ. મનીષ બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat CM Bhupendra Patel Bhavnagar event

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ