ન્યૂઝ અપડેટ્સ
9 ફોટો ગેલેરી
Last Updated: 09:41 PM, 25 September 2026
1/9
તહેવારોની મોસમ અને લગ્નસરાની ખરીદી ટાણે જ દેશના બુલિયન માર્કેટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સોનાની છૂટક માંગમાં ગત વર્ષ (2025) ના સમાન ગાળાની સરખામણીએ 8% થી 10% નો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ, યુદ્ધની પરિસ્થિતિ અને સોનાના આસમાને પહોંચેલા ભાવના કારણે ગ્રાહકો હાલ પૂરતી ખરીદી ટાળી રહ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અને બજાર નિષ્ણાતોના મતે સોનાના બજારમાં અત્યારે ભારે અનિશ્ચિતતાનો માહોલ છે.
2/9
IBJA ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, રશિયા-ઈરાન સહિત વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવને કારણે ગ્રાહકો અસમંજસમાં છે. ખરીદદારોને લાગે છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરશે તો સોનાના દામ ઘટી શકે છે, જેથી તેઓ ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી યુદ્ધનો અંત નહીં આવે અને ભાવ સ્થિર નહીં થાય, ત્યાં સુધી છૂટક માંગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
3/9
હાલના દિવસોમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વાર્ષિક ધોરણે દામ હજુ પણ રેકોર્ડ સ્તરે છે. ગત વર્ષે 24-કેરેટ શુદ્ધ સોનાનો ભાવ આશરે ₹98,000 પ્રતિ 10 ગ્રામ હતો. આ વર્ષે ભાવ વધીને ₹1.57 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો, જે વાર્ષિક ધોરણે આશરે 60% નો જંગી વધારો દર્શાવે છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન તણાવ સમયે MCX પર સોનું ₹1,61,700 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. 24 સપ્ટેમ્બર 2026 સુધીમાં ભાવ થોડા ઘટીને ₹1,50,106 પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.
4/9
નિષ્ણાતોના મતે તહેવારો દરમિયાન જો ભાવ વર્તમાન સપાટીથી થોડા વધુ ઘટે અને સ્થિર થાય, તો અટકેલી ખરીદી પુનઃ શરૂ થઈ શકે છે. જોકે, ઊંચા ભાવના કારણે ભૌતિક (Physical) સોનાનું વેચાણ ઓછું રહેશે, પરંતુ નાણાકીય મૂલ્ય (Value) ની દ્રષ્ટિએ જ્વેલર્સનું વેચાણ જળવાઈ રહેશે.
ADVERTISEMENT
5/9
6/9
ADVERTISEMENT
7/9
8/9
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ