ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / "આતંકી દેશ મને આ પૂછી રહ્યો છે", UNGA માં જયશંકરે પાકિસ્તાની પત્રકારને ધોઇ નાખ્યો, પન્નુને લઇ કર્યો હતો સવાલ
Last Updated: 10:31 PM, 25 September 2026
ADVERTISEMENT
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકામાં એક પાકિસ્તાની પત્રકારને ઠપકો આપ્યો. ન્યૂયોર્કમાં ચાલી રહેલા યુએન મહાસભા સત્ર દરમિયાન પાકિસ્તાની પત્રકારે જયશંકરને આતંકવાદના મુદ્દા પર સવાલ કર્યા બાદ આ ઘટના બની હતી. જયશંકરે જવાબ આપ્યો કે આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાન જેવા દેશ દ્વારા આતંકવાદ પર સવાલ ઉઠાવી શકાય નહીં. શુક્રવારે શિપિંગ અને સમુન્દ્રી કર્મચારીઓની સલામતી અને સુરક્ષા પર "ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ" ની પહેલી બેઠક બાદ જયશંકર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક પાકિસ્તાની પત્રકારે તેમના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેના પર જયશંકરે કડક પ્રતિક્રિયા આપી.
ADVERTISEMENT
#WATCH | 81st UNGA Session | "A terrorist country is asking me that question," says EAM Dr S Jaishankar in response to a Pakistani’s attempt at heckling EAM with a terrorism ‘question’ pic.twitter.com/wIfu9OUhfO
— ANI (@ANI) September 25, 2026
યુએનજીએમાં એસ. જયશંકર જયશંકરના કાર્યક્રમમાં ઉભા થઈને એક પાકિસ્તાની પત્રકાર કે પ્રતિનિધિએ ભારત પર અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપો ઉઠાવ્યા. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવે છે. "તમે આ અંગે શું કહેવા માંગો છો?" વિદેશ મંત્રી જયશંકરે વળતો જવાબ આપ્યો, "મને આશ્ચર્ય થાય છે કે એક આતંકવાદી દેશ મને આ પ્રશ્ન પૂછી રહ્યો છે." ત્યારબાદ જયશંકર કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા.
ADVERTISEMENT
પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર ઘેરાઈ ગયું
વૈશ્વિક મંચ પર ભારતને ઘેરી લેવાના પાકિસ્તાનના પ્રયાસો નવા નથી. આ વાત ન્યૂયોર્કમાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર સત્રમાં પણ જોવા મળી હતી. જોકે, પાકિસ્તાનના પ્રયાસો સતત ઉલટા પડ્યા છે. પાકિસ્તાની પત્રકારને જયશંકર તરફથી ખરી-ખોટી સાંભળવા મળી. આ જ સત્રમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ વિશેના પ્રશ્નોથી ઘેરાઈ ગયા. તેઓ સઈદને પહાનના મુદ્દા પર બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / OBC છાત્રોને અત્યારે નહી મળે ક્રીમી લેયર વાળા નિર્ણયનો લાભ, વિલંબનું કારણ જાણો
ADVERTISEMENT
બુધવારે અગાઉ ભારતે આતંકવાદના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને જોરદાર ઠપકો આપ્યો હતો. ભારતે કહ્યું કે ઇસ્લામાબાદે પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને પોષવા અથવા સરહદ પાર આતંકવાદને ટેકો આપવાને બદલે તેના દેવાગ્રસ્ત, સંઘર્ષશીલ અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુએન માનવ અધિકાર પરિષદના ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે જો પાકિસ્તાન જમીન કબજે કરવા અથવા આતંકવાદ નિકાસ કરવાને બદલે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે તો તે તેના લોકોની વધુ સારી સેવા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ