ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / FD પર મેળવો 8.50% સુધીનું જંગી વળતર: ₹5 થી ₹10 લાખની ડિપોઝિટ પર જાણો કઈ બેંક આપશે સૌથી વધુ વ્યાજ

photo-story

9 ફોટો ગેલેરી

બિઝનેસ / FD પર મેળવો 8.50% સુધીનું જંગી વળતર: ₹5 થી ₹10 લાખની ડિપોઝિટ પર જાણો કઈ બેંક આપશે સૌથી વધુ વ્યાજ

Last Updated: 09:57 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશના સ્મોલ ફાઇનાન્સ બેંકો સિનિયર સિટીઝન્સને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 8.50% સુધીનું આકર્ષક વાર્ષિક વ્યાજ ઓફર કરી રહ્યા છે.

1/9

photoStories-logo

1. FD પર મેળવો 8.50% સુધીનું જંગી વળતર: ₹5 થી ₹10 લાખની ડિપોઝિટ પર જાણો કઈ બેંક આપશે સૌથી વધુ વ્યાજ

વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ હંમેશાંથી સુરક્ષિત અને નિયમિત આવક મેળવવાનો સૌથી લોકપ્રિય સ્ત્રોત રહ્યો છે. વર્તમાન સમયમાં દેશના અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs) વરિષ્ઠ નાગરિકોને FD પર 8.50% સુધીનું જંગી વ્યાજ આપી રહ્યા છે. જ્યારે પ્રાઇવેટ બેંકો 8.00%, સરકારી બેંકો 7.45% અને વિદેશી બેંકો 7.10% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹5 લાખ કે ₹10 લાખની રકમ 3 વર્ષ કે 5 વર્ષ માટે FD માં રોકે છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે મોટો આર્થિક લાભ મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ચક્રવૃદ્ધિ વ્યાજનો મોટો ફાયદો

જો કોઈ સિનિયર સિટીઝન ₹10 લાખની FD 5 વર્ષ માટે 8.50% ના દરે કરાવે છે, તો તેમને 5 વર્ષમાં માત્ર વ્યાજ પેટે જ ₹5.22 લાખથી વધુની આવક થશે. એટલે કે 5 વર્ષમાં જમા કરેલી રકમ 1.5 ગણાથી પણ વધી જશે. State Bank of India (SBI ના 7.05%) ના દરોની સરખામણીએ ટોચના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 5 વર્ષમાં ₹1,03,330 ની સીધી વધારાની કમાણી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs)

Equitas Small Finance Bank: 8.50%, ESAF Small Finance Bank: 8.50%, Suryoday Small Finance Bank: 8.50%, Jana Small Finance Bank: 8.30%, Ujjivan Small Finance Bank: 8.30%, Utkarsh Small Finance Bank: 8.25%, Shivalik Small Finance Bank: 8.25%.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. પ્રાઇવેટ બેંકો

DCB Bank: 8.00%, Bandhan Bank: 7.95%, IndusInd Bank: 7.75%, YES Bank: 7.75%, IDFC FIRST Bank: 7.35%, Kotak Mahindra Bank: 7.15%, HDFC Bank / ICICI Bank: 7.10%.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. સરકારી બેંકો

Bank of India: 7.45%, Bank of Baroda / Central Bank of India: 7.25%, Indian Bank: 7.15%, Canara Bank / IOB / PNB: 7.10%, State Bank of India (SBI) / Union Bank: 7.05%

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ₹5 લાખનું ઇન્શ્યોરન્સ કવર (DICGC Rule)

RBI ની સબસિડિયરી DICGC ના નિયમ મુજબ દરેક બેંકમાં ગ્રાહકની મૂળ રકમ અને વ્યાજ મળીને મહત્તમ ₹5 લાખ સુધીની ડિપોઝિટ સુરક્ષિત (Insured) રહે છે. તેથી જો તમે ₹10 લાખનું રોકાણ કરવા માંગતા હોવ, તો સંપૂર્ણ રકમ એક જ બેંકમાં રાખવાને બદલે બે અલગ-અલગ બેંકોમાં ₹5-5 લાખ વહેંચીને રાખવું સુરક્ષાની દ્રષ્ટિએ વધુ હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ટેક્સ મુક્તિ અને TDS (Form 15H)

ઇનકમ ટેક્સની કલમ 80TTB હેઠળ વરિષ્ઠ નાગરિકોને એક નાણાકીય વર્ષમાં FD ના વ્યાજ પર ₹50,000 સુધી કરમુક્તિ મળે છે. જો વ્યાજની આવક ₹50,000 થી વધુ થતી હોય પણ તમારી કુલ આવક ટેક્સ સ્લેબથી ઓછી હોય, તો TDS કપાતથી બચવા માટે બેંકમાં Form 15H અવશ્ય જમા કરાવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સ્પેશિયલ ટેન્યોર (ચોક્કસ સમયગાળો)

બેંકોના સૌથી ઊંચા વ્યાજ દરો (જેવા કે 8.50%) ચોક્કસ સમયગાળા (જેમ કે 666 દિવસ, 800 દિવસ કે 3 વર્ષ) માટે જ લાગુ પડતા હોય છે. તેથી ડિપોઝિટ બુક કરતી વખતે બેંકનો સૌથી વધુ વ્યાજ આપતો ચોક્કસ ટેન્યોર ચકાસી લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. ડિસ્ક્લેમર

આ લેખ માત્ર સામાન્ય જાગૃતિ અને માહિતી આપવાના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

InterestRates SeniorCitizenFD FixedDeposit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ