ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ત્રણનાં મોત, ટ્રક પાછળ ઇકો ઘૂસી જતા મરણચીસોથી ગૂંજી ઉઠ્યો સુરેન્દ્રનગર હાઇવે

સુરેન્દ્રનગર / ત્રણનાં મોત, ટ્રક પાછળ ઇકો ઘૂસી જતા મરણચીસોથી ગૂંજી ઉઠ્યો સુરેન્દ્રનગર હાઇવે

Published By: Nidhi Panchal

Last Updated: 10:16 AM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં આજે બનેલી એક વિચિત્ર અને ગમખ્વાર ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઇકો ઘૂસતા બે લોકોના મોત થયા, તો અકસ્માત બાદ ખેતરમાં ભાગેલા ટ્રકના ક્લીનરનું પણ કરંટ લાગવાથી મોત થયું.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે જે દૃશ્ય જોવા મળ્યું તેનાથી લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. રોડ પર ઉભેલા ટરબો ટ્રક પાછળ એક ઇકો ગાડી ઘૂસી ગઈ હતી, જેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાક્રમમાં વધુ એક કરુણ વળાંક આવ્યો હતો અને ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતાં તેને ઝટકા મશીનથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ક્લીનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.

surendranagar

મળતી માહિતી મુજબ, વડગામ અને પાનવા ગામ વચ્ચે રોડ પર ટરબો ટ્રક ઉભો હતો. આ દરમિયાન પાછળથી આવેલી ઇકો ગાડી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઇકો ગાડીમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

ટ્રકનો ક્લીનર ત્યાંથી ખેતર તરફ ભાગવા જતો

આ અકસ્માત બાદ ટ્રકનો ક્લીનર ત્યાંથી ખેતર તરફ ભાગવા જતો હતો. જોકે, ખેતરમાં જતા સમયે તેને ઝટકા મશીનથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ક્લીનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આમ, એક અકસ્માત બાદ બનેલી આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

દસાડા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

અકસ્માની જાણ થતાં દસાડા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ. ખડીયા અને પીએસઆઇ વી.જે. માલવિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી અને અકસ્માતને લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માને કારણે રોડ પર લોકોની મોટી ભીડ જામી હતી. સાથે જ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : 6 જ દિવસમાં કુલ 38 લાખથી વધુ ભક્તોએ કર્યા માં અંબાના દર્શન, ભાદરવી પૂનમ મહામેળાનો આજે છેલ્લો દિવસ

હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દસાડા સરકારી હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની પરિસ્થિતિ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. વડગામ અને પાનવા વચ્ચે બનેલી આ ઘટનામાં પહેલા ઇકો અને ઉભેલા ટરબો ટ્રક વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ ટ્રકના ક્લીનર સાથે ખેતરમાં કરંટ લાગવાની દુર્ઘટના બની હતી. એક જ ઘટનાક્રમમાં ત્રણ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Vadgam Panva Eco Truck Crash

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ