ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આને કહેવાય બાપ્પાની સન્માનભેર વિદાય! AMCએ અર્ધવિસર્જિત મૂર્તિઓનું કર્યું પુન: વિસર્જન

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / આને કહેવાય બાપ્પાની સન્માનભેર વિદાય! AMCએ અર્ધવિસર્જિત મૂર્તિઓનું કર્યું પુન: વિસર્જન

Last Updated: 12:59 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશોત્સવ બાદ અમદાવાદની નહેર અને તળાવોમાં અર્ધવિસર્જિત ગણેશ પ્રતિમાઓ મળી આવી. AMCની ટીમોએ મૂર્તિઓ બહાર કાઢી પુનઃવિસર્જન કર્યું, કૃત્રિમ કુંડની વ્યવસ્થા છતાં દૃશ્યો ચિંતાજનક.

1/8

photoStories-logo

1. ‘ગણપતિ બાપા મોરિયા...આવતા વર્ષે વહેલા આવજો’

‘ગણપતિ બાપા મોરિયા...આવતા વર્ષે વહેલા આવજો’ના નાદ સાથે ૧૧ દિવસ પહેલાં જે બાપાને ભક્તો પોતાના ઘરમાં મહેમાન બનાવીને લાવ્યા હતા તેમની વિદાય બાદનું દૃશ્ય અનેક શ્રદ્ધાળુઓને વ્યથિત કરી રહ્યું છે. આગમન સમયે બેન્ડવાજાં, ડીજે અને ઢોલના તાલે શ્રીજીનું સ્વાગત થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઉત્સવની ભક્તિભરી છબી પાછળની બીજી હકીકત પણ સામે આવી

ઘરમાં સ્થાપના કર્યા બાદ ૧૧ દિવસ સુધી રોજ આરતી, પૂજા અને મનગમતા ભોગ ધરાવીને બાપાની સેવા કરવામાં આવી હતી, પરંતુ વિસર્જન બાદ નહેર, તળાવ તેમજ આસપાસના વિસ્તારોમાં અર્ધવિસર્જિત અને ખંડિત ગણેશ પ્રતિમાઓ જોવા મળતાં ઉત્સવની ભક્તિભરી છબી પાછળની બીજી હકીકત પણ સામે આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. એએમસી દ્વારા શહેરમાં કૃત્રિમ કુંડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીજીની વિદાય માટે એએમસી દ્વારા શહેરમાં કૃત્રિમ કુંડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકો ગમે ત્યાં મૂર્તિનું વિસર્જન ના કરે અને જળાશયો પ્રદૂષિત ના થાય તે માટે વિવિધ સ્થળોએ સુવિધા ઊભી કરવામાં આવી હતી. તેમ છતાં કેટલીક પ્રતિમાઓ નહેર અને તળાવના કિનારે અર્ધવિસર્જિત હાલતમાં મળી આવી હતી. ક્યાંક પ્રતિમા પાણીમાં અડધી ડૂબેલી હતી તો ક્યાંક માટીમાં ખૂંપાયેલી કે ખંડિત હાલતમાં જોવા મળી હતી. બાપાના આગમન સમયે જે ઉત્સાહ જોવા મળ્યો હતો તેની સરખામણીમાં વિદાય બાદની આ સ્થિતિએ એક સવાલ ઊભો કર્યો છે કે ૧૧ દિવસ સુધી પરિવારના સભ્યની જેમ પૂજેલા બાપાની વિદાય શું આ રીતે થવી જોઈએ?

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બાપાને જ્યાં છોડ્યા ત્યાંથી એએમસીની ટીમો લઈ આવી

નહેર અને તળાવમાં અર્ધવિસર્જિત રહેલી ગણેશ પ્રતિમાઓની જાણ થતાં એએમસીની ટીમો સ્થળ પર પહોંચી હતી. પાણીમાં રહેલી મૂર્તિઓને સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. પ્રતિમાઓને નુકસાન ન થાય અને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખીને ટીમોએ તેમને એકત્ર કરી યોગ્ય સ્થળે લઈ જઈ પુનઃવિસર્જન કર્યું હતું. કેટલાંક સ્થળોએ નહેર અને તળાવના કિનારે પૂજાપાની સામગ્રી પણ જોવા મળી હતી. એએમસીની ટીમોએ આ સામગ્રી પણ દૂર કરી હતી એટલે કે વિસર્જન બાદ જળાશયોની સફાઈ સાથે અધૂરી રહી ગયેલી વિસર્જનની પ્રક્રિયા પણ તંત્રએ પૂર્ણ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. કૃત્રિમ કુંડની વ્યવસ્થા છતાં જળાશયોમાં મૂર્તિઓ જોવા મળી

ગણેશ વિસર્જન માટે એએમસી દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેનો હેતુ જળાશયોમાં મૂર્તિઓના વિસર્જનને અટકાવવાનો અને પર્યાવરણની જાળવણી કરવાનો હતો. ભક્તો માટે વિસર્જનની વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ હોવા છતાં નહેર અને તળાવમાં અર્ધવિસર્જિત મૂર્તિઓ મળવી ચિંતાજનક બાબત છે. ગણેશજીની સ્થાપના અને વિસર્જન બંને ધાર્મિક વિધિનો જ ભાગ છે. તેથી સ્થાપના જેટલી શ્રદ્ધા અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે એટલી જ કાળજીપૂર્વક વિદાય પણ કરવામાં આવે તે જરૂરી છે. બાપાની પ્રતિમાને પાણીમાં મૂકી દેવી કે કિનારે છોડી દેવી એ વિસર્જનની પૂર્ણ પ્રક્રિયા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ‘બાપા મહેમાન હતા તો વિદાય પણ માનભેર થવી જોઈએ’

ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ લાખો લોકોની લાગણી સાથે જોડાયેલો પ્રસંગ છે. ૧૧ દિવસ સુધી જે પ્રતિમાની આરતી ઉતારવામાં આવે, જેને પરિવારના સભ્યની જેમ માન આપવામાં આવે તેને વિસર્જન બાદ નહેર કે તળાવના કિનારે અર્ધવિસર્જિત હાલતમાં જોવી ભક્તો માટે સ્વાભાવિક રીતે દુઃખદ છે. આથી ભક્તોએ એએમસી દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને વિધિપૂર્વક વિસર્જન કરવું જોઈએ. વિદાય પણ આગમન જેટલી જ શ્રદ્ધા અને સન્માન સાથે થાય તે જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ૩પ૦૦થી વધુ પંડાલમાંથી પપ હજાર કિલો ફૂલ-હાર એકત્ર કરાયા

ગણેશોત્સવ દરમિયાન માત્ર પ્રતિમાઓના વિસર્જનની જ નહીં, પરંતુ પૂજાપાના નિકાલની પણ કામગીરી કરવામાં આવી છે. શહેરના ૩પ૦૦થી વધુ નાના-મોટા પંડાલમાંથી પપ હજાર કિલોથી વધુ ફૂલ અને હાર એકત્ર કરવામાં આવ્યા છે. આ ફૂલ-હારને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં મોકલીને સજીવ ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રીતે ઉત્સવ બાદ નીકળતા પૂજાપાને પણ કચરામાં ફેરવવાના બદલે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મૂર્તિઓના મામલે પણ આવી જ જવાબદારી ભક્તોએ નિભાવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બાપાની વિદાયમાં પણ શ્રદ્ધા જળવાય તે જ

શ્રીજીના આગમન સમયે ‘બાપા મારા ઘરે આવ્યા’ કહીને જે પ્રેમ અને શ્રદ્ધા દર્શાવવામાં આવે છે, એ જ લાગણી તેમની વિદાય વખતે પણ જળવાય તો નહેર, તળાવ અને અન્ય જળાશયોમાં અર્ધવિસર્જિત મૂર્તિઓનું દૃશ્ય કદાચ જોવા ન મળે. એએમસીએ અર્ધવિસર્જિત મૂર્તિઓને બહાર કાઢી તેમનું પુનઃવિસર્જન કરીને પોતાની જવાબદારી નિભાવી છે. હવે ભક્તોની જવાબદારી છે કે આગામી વર્ષે બાપાના આગમન સાથે વિદાયની પણ યોગ્ય તૈયારી કરે. 11 દિવસ ઘરમાં મહેમાન બનેલા બાપાને વિદાય પણ માનભેર મળે, એ જ સાચી શ્રદ્ધા ગણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganeshotsav Ahmedabad AMC Ganesh Visarjan Ganesh idol immersion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ