ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MBBS-BDSની 771 બેઠકો વિદ્યાર્થીઓએ કન્ફર્મ ન કરી, લાખોની ફી બન્યો મેડિકલ અભ્યાસમાં સૌથી મોટો અવરોધ

ગુજરાત / MBBS-BDSની 771 બેઠકો વિદ્યાર્થીઓએ કન્ફર્મ ન કરી, લાખોની ફી બન્યો મેડિકલ અભ્યાસમાં સૌથી મોટો અવરોધ

Published By: Nidhi Panchal

Last Updated: 01:53 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે MBBS અને BDSમાં પ્રવેશ મળવો મોટી તક હોય છે, પરંતુ ગુજરાતમાં ઊંચી ફી હવે આ સપનાના રસ્તામાં મોટો અવરોધ બની રહી છે. અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કાઉન્સેલિંગના પ્રથમ બે રાઉન્ડમાં 771 વિદ્યાર્થીઓને MBBS અથવા BDSની બેઠક ફાળવાઈ હતી, છતાં તેમણે પોતાની પ્રવેશ પ્રક્રિયા કન્ફર્મ કરી નથી.

ADVERTISEMENT

વડોદરા જિલ્લાના સાલાડ ગામના રહેવાસી મેમણ મોહમ્મદ શેખ લાંબા સમયથી ખાનગી મેડિકલ કોલેજમાં પ્રવેશનું સપનું જોતા હતા. ઓપન કેટેગરીમાં તેમને પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસની બેઠક ફાળવાઈ, પરંતુ વાર્ષિક આશરે રૂ. ૧૦ લાખની ફી પરિવારની પહોંચ બહાર હોવાથી તેમણે મેડિકલ અભ્યાસનું સપનું પડતું મૂકવું પડ્યું.

student-2

મેમણ કહે છે કે આટલી ઊંચી ફી ભરવી મારા પરિવાર માટે શક્ય નથી. હવે હું બીજી સંસ્થામાં બીએચએમએસ અથવા બીએએમએસ જેવા કોર્સનો વિકલ્પ જોઈ રહ્યો છું, જ્યાં વાર્ષિક ફી આશરે રૂ. ૨ લાખ છે. તેમના પિતા સાલાડ નજીક સાડીની દુકાન ચલાવે છે. મેમણને આશરે રૂ. ૨ લાખની સરકારી શિષ્યવૃત્તિ મળી છે અને સમાજ તરફથી વધુ રૂ. ૨ લાખની આર્થિક સહાય મળવાની અપેક્ષા છે. તેમ છતાં જો તેઓ મેડિકલ કોર્સ પસંદ કરે તો પ્રથમ જ વર્ષમાં પરિવારને રૂ. ૬ લાખ અને ત્યાર બાદ દર વર્ષે રૂ. ૧૦ લાખનો ખર્ચ ઉઠાવવો પડે તેમ છે.

બીડીએસની બેઠકો ફાળવવામાં આવી

મેમણ જેવા જ અનુભવમાંથી પસાર થતા ૭૭૧ વિદ્યાર્થીઓને ગુજરાતના અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કાઉન્સેલિંગના પ્રથમ બે રાઉન્ડમાં એમબીબીએસ અથવા બીડીએસની બેઠકો ફાળવવામાં આવી હતી, પરંતુ તેમણે પોતાની પ્રવેશ પ્રક્રિયા કન્ફર્મ કરી નથી. રાજ્યની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (AC-PUGMEC)ના આંકડા મુજબ આ સ્થિતિ સામે આવી છે. મેડિકલ એડમિશન કમિટીના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા એમબીબીએસ અને બીડીએસ જેવી બેઠકો છોડવામાં આવે તે માનવામાં ન આવે તેવું છે.

ઊંચી ફી મુખ્ય ચિંતાનો વિષય બની

જે વિદ્યાર્થીઓ પોતાની ફાળવાયેલી બેઠક સ્વીકારવી કે આગામી રાઉન્ડની રાહ જોવી તે અંગે વિચાર કરી રહ્યા છે, તેમના માટે ઊંચી ફી મુખ્ય ચિંતાનો વિષય બની છે. અનેક વિદ્યાર્થીઓએ ડેન્ટલ, ફાર્મસી, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા અભ્યાસક્રમો તરફ પણ વળવાનું વિચાર્યું છે, કારણ કે તેમાં ફીનો બોજ પ્રમાણમાં ઓછો છે.

આ પણ વાંચો : મકરબા રેલવે ઓવરબ્રિજ શરૂ થતાં જ કોર્પોરેટ રોડ પર ટ્રાફિકની નવી ગૂંચ, સિગ્નલ વગરના જંકશનથી વાહનચાલકો પરેશાન

કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ શિક્ષણના લાંબા સમયગાળાને પણ નિર્ણય પાછળનું એક કારણ ગણાવ્યું છે. અનેક પરિવારો માટે અભ્યાસની લાંબી અવધિ અને તેની સાથે જોડાયેલો ખર્ચ મેડિકલ શિક્ષણ પસંદ કરતી વખતે વધારાનું નાણાકીય દબાણ ઊભું કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BDS Admission MBBS Admission Medical Education Fees

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ