ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''જે સ્ત્રી પતિને મારવાની કોશિશ કરે...'', સુનીતા પર ભડકી ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ

મનોરંજન / ''જે સ્ત્રી પતિને મારવાની કોશિશ કરે...'', સુનીતા પર ભડકી ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ

Published By: Jinal Chauhan

Last Updated: 03:31 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકારએ સુનીતા પર અનેક ગંભીર આરોપ લગાવીને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબ આપ્યો છે.

ADVERTISEMENT

ગોવિંદા થોડા દિવસ પહેલા પોતાની કો-એક્ટ્રેસ અને રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકાર સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. બંનેએ સાથે બાપ્પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પછી ગોવિંદા અને કોમલની ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું હતું.ગોવિંદાને કોમલ સાથે જોયા બાદ સુનીતા આહુજાએ નામ લીધા વગર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સુનીતાએ કહ્યું હતું કે તેમના જીવનમાં પણ કેટલાક 'રાક્ષસ' છે. તેમણે કાળી માતાને પ્રાર્થના કરતા કહ્યું હતું કે જે લોકો તેમનું ઘર તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, માતા તેમનો નાશ કરે.

કોમલે સુનીતાને આપ્યો જવાબ

હવે કોમલ રાની સ્વર્ણકારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને સુનીતાને જવાબ આપ્યો છે. કોમલે સુનીતાનું નામ લીધા વગર લખ્યું કે જે સ્ત્રી પોતાના જ પતિને વર્ષોથી મારી નાખવાની કોશિશ કરી રહી હોય, એવી સ્ત્રીઓની બદદુઆ કોઈને લાગતી નથી. કોમલે પોતાને મળેલા 'ઘર તોડનારી'ના ટેગ પર પણ પલટવાર કર્યો હતો.

'પહેલેથી તૂટેલું ઘર કોઈ ફરી ન તોડી શકે'

કોમલે પોતાની પોસ્ટમાં લખ્યું કે જે ઘર પહેલેથી જ તૂટેલું હોય, તેને કોઈ ફરીથી તોડી શકતું નથી. તેમણે પોતાના પર ઉઠી રહેલા સવાલો સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. કોમલે લોકોને સલાહ આપી કે આખી વાત અને પરિસ્થિતિ જાણ્યા વગર કોઈના દાવા પર વિશ્વાસ ન કરવો જોઈએ.

Govinda-Sunita-Ahuja

સુનીતા પર લગાવ્યા ગંભીર આરોપ

કોમલે આગળ લખ્યું કે તેમને સમજાતું નથી કે એક મહિલા કયા પ્રકારની પીડામાંથી પસાર થઈ રહી છે, જ્યાં તે એ પીડામાંથી બહાર આવવાને બદલે તેના વિશે જાહેરમાં વાત કરી રહી છે. કોમલે સવાલ કર્યો કે આ ખરેખર દુઃખ અને પીડા છે કે પછી કોઈ સમજી-વિચારીને બનાવવામાં આવેલી યોજના છે.

ગોવિંદાને હેરાન કરવાનો કર્યો દાવો

કોમલે પોતાની પોસ્ટમાં એવો દાવો પણ કર્યો કે એક પુરુષને સતત માનસિક રીતે હેરાન કરવો, તેને કામ કરતા રોકવો, તેને જબરદસ્તી ઘરમાં બેસાડી દેવો અને લોકોને તેનાથી દૂર કરીને એકલો કરી દેવો યોગ્ય નથી. કોમલે આગળ એવો પણ દાવો કર્યો કે આવી સ્થિતિ કોઈ વ્યક્તિને મોતને ગળે લગાવવા માટે મજબૂર કરી શકે છે. તેમના કહેવા પ્રમાણે કોઈ સારી અને સમર્પિત પત્ની પોતાના પતિ સાથે આવું વર્તન ન કરી શકે.

_komal_rani_swarnkar_slams_sunita_ahuja_7

સુનીતા પર પર્સનલ વાતો જાહેર કરવાનો આરોપ

કોમલે સુનીતા પર પોતાના અંગત મામલાઓને જાહેરમાં ઉછાળવાની મંજશા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોમલે એવો દાવો કર્યો કે સુનીતા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ગોવિંદા સાથેના પોતાના સંબંધોને જાહેરમાં ચર્ચામાં લાવે છે. તેમણે સુનીતાને પોતાના અંગત એજન્ડા માટે કોમલના નામનો ઉપયોગ બંધ કરવાની પણ વાત કહી હતી.

'ભગવાન દરેક સારા માણસને આવી મહિલાઓથી બચાવે'

કોમલે પોતાની વાતના અંતમાં લખ્યું કે ભગવાન દરેક સારા માણસને આવી ચાલાક મહિલાઓથી સુરક્ષિત રાખે. કોમલ રાની સ્વર્ણકારની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમના દાવાઓને લઈને ફેન્સમાં ચર્ચા જોવા મળી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''વગર કારણોસર મારું ઘર તૂટી...'', ગોવિંદાના અફેરથી પરેશાન સુનીતાએ કાઢી ભડાશ

સુનીતાનો હજુ કોઈ જવાબ સામે આવ્યો નથી

કોમલ રાની સ્વર્ણકારની આ પોસ્ટ બાદ અત્યાર સુધી સુનીતા આહુજાની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હવે સુનીતા પોતાના પર લગાવવામાં આવેલા આરોપો અંગે ક્યારે અને કેવી રીતે જવાબ આપે છે, તેના પર સૌની નજર છે. નોંધનીય છે કે કોમલની પોસ્ટમાં કરવામાં આવેલા આરોપો તેમના પોતાના દાવા છે અને આ અંગે સુનીતાની બાજુનું વર્ઝન સામે આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Komal Rani Swarnkar Govinda Sunita Ahuja Govinda Relationship Controversy

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ