ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગણપતિ વિસર્જન બાદ અજય દેવગને સાફ કર્યો જુહુ બીચ, જુઓ VIDEO

મનોરંજન / ગણપતિ વિસર્જન બાદ અજય દેવગને સાફ કર્યો જુહુ બીચ, જુઓ VIDEO

Published By: Jinal Chauhan

Last Updated: 03:43 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘દૃશ્યમ 3’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલાં અજય દેવગન મુંબઈના જુહુ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને ગણપતિ વિસર્જન બાદ દરિયાકિનારે પડેલો કચરો એકઠો કર્યો.

ADVERTISEMENT

અજય દેવગન મુંબઈના જુહુ બીચ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અને ‘દિવ્યાજ ફાઉન્ડેશન’નાં સ્થાપક અમૃતા ફડણવીસ પણ તેમની સાથે જોવા મળ્યાં હતા. બંનેએ વોલન્ટિયર્સ સાથે મળીને જુહુ બીચની સફાઈ કરી હતી. અજય દેવગન ‘દિવ્યાજ ફાઉન્ડેશન’ની ‘સી શોર શાઈન 2026’ પહેલનો ભાગ બન્યા હતા. ગણપતિ વિસર્જન બાદ યોજાયેલા આ સફાઈ અભિયાનનો ઉદ્દેશ દરિયાકિનારાને સ્વચ્છ રાખવા અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના વધારવાનો છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો અને વોલન્ટિયર્સ જોડાયા હતા.

ગણપતિ વિસર્જન બાદ એકઠો કર્યો કચરો

સોશિયલ મીડિયા પર સફાઈ અભિયાનના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં અજય દેવગન વોલન્ટિયર્સ સાથે મળીને ગણપતિ વિસર્જન બાદ દરિયાકિનારે બચેલો કચરો એકઠો કરતા જોવા મળે છે. તેઓ કચરો પ્લાસ્ટિક બેગમાં નાખતા પણ જોવા મળ્યા હતા. અમૃતા ફડણવીસ પણ બીચની સફાઈ કરતી જોવા મળી હતી.

અજય દેવગને લોકોને કરી અપીલ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજય દેવગને કહ્યું કે જેમ આપણે પોતાના ઘરને પ્રેમ કરીએ છીએ અને તેને સ્વચ્છ રાખીએ છીએ, તેમ પોતાના દેશ, શહેર અને દરિયાને પણ પ્રેમ કરવો જોઈએ. તેમણે કહ્યું કે આ પણ આપણી જવાબદારી છે. અજયે લોકોને પોતાના આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાની વ્યક્તિગત જવાબદારી લેવાની અપીલ કરી હતી.

‘જ્યાં સુધી આપણે નક્કી નહીં કરીએ ત્યાં સુધી કંઈ નહીં બદલાય’

અજય દેવગને વધુમાં કહ્યું કે જ્યાં સુધી આપણે પોતે એ નક્કી નહીં કરીએ કે પોતાના શહેર અને દેશને સ્વચ્છ રાખવો છે, ત્યાં સુધી કંઈ બદલાશે નહીં. તેમના આ સંદેશનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''જે સ્ત્રી પતિને મારવાની કોશિશ કરે...'', સુનીતા પર ભડકી ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ

‘દૃશ્યમ 3’ની રિલીઝની રાહ

અજય દેવગન હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મ 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અજય દેવગન સાથે જયદીપ અહલાવત, તબ્બુ, શ્રિયા સરન, રજત કપૂર, પ્રકાશ રાજ, ઇશિતા દત્તા અને મૃણાલ જાધવ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Drishyam 3 Ajay Devgn Juhu Beach Cleanliness Drive

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ