ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લોનની લાલચ આપી જમીન પડાવી લેતા, 6 ખેડૂતો ઠગાઈનો ભોગ બન્યા, રાજકોટ-અમદાવાદથી 2 કોલ સેન્ટર પકડાયાં

કાર્યવાહી / લોનની લાલચ આપી જમીન પડાવી લેતા, 6 ખેડૂતો ઠગાઈનો ભોગ બન્યા, રાજકોટ-અમદાવાદથી 2 કોલ સેન્ટર પકડાયાં

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 09:04 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. રાજકોટ અને અમદાવાદમાંથી ઝડપાયેલા આરોપીઓ જમીન હડપવાના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ.

ADVERTISEMENT

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી તેમની કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજકોટ શહેર અને અમદાવાદમાંથી ચાલતા બે કોલ સેન્ટર ઝડપી પાડ્યાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આરોપીઓ ખેડૂતોની આર્થિક મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ લઈ નજીવી રકમ વ્યાજે આપતા અને બાદમાં તેમની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા હોવાનો આક્ષેપ છે.

નજીવી રકમ આપી કરોડોની જમીન પોતાના નામે કરાવ્યાનો આક્ષેપ

પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 6 જેટલા ખેડૂતોને નજીવી રકમ વ્યાજે આપવામાં આવતી હતી. ત્યારબાદ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવવામાં આવતી હોવાનો આરોપ છે.

ખેડૂતને પોતાની જમીન પરત પોતાના નામે કરાવવી હોય તો અગાઉ મળેલી રકમ કરતાં વધુ રકમ આરોપીઓને પરત આપવાની ફરજ પડતી હોવાનો પણ પોલીસનો દાવો છે. આ રીતે ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ સમગ્ર વ્યવસ્થા ચલાવવામાં આવતી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.

અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલનું નામ સામે આવ્યું

આ કથિત નેટવર્કમાં કુખ્યાત અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને દ્વારા વિવિધ નામે પેઢીઓ ચલાવી આર્થિક વ્યવહારો કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે.

આરોપીઓ શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામે સંસ્થાઓ/પેઢીઓ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

સાયબર એક્સપર્ટના માધ્યમથી મહિલાઓનો સંપર્ક

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પોતાના સાયબર એક્સપર્ટ મિત્રના માધ્યમથી મહિલાઓનો સંપર્ક કરતા હતા અને ત્યારબાદ તેમને કોલ સેન્ટરની કામગીરીમાં જોડવામાં આવતી હતી.

રાજકોટ શહેરમાંથી ચાલતા કોલ સેન્ટરમાંથી અંદાજે 14 જેટલી મહિલાઓ કામ કરતી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

32 ખેડૂતોના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા

પોલીસે કોલ સેન્ટરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે કર્યા છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓના અંદાજે 32 જેટલા ખેડૂતોના દસ્તાવેજોની નકલો મળી આવી હોવાનું સામે આવ્યું છે.

આ દસ્તાવેજોમાં

  • 7/12 ઉતારા
  • 8-અ
  • હક્કપત્રક
  • બોજા પત્રક
  • આધારકાર્ડ
  • PAN કાર્ડ
  • સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

અલ્પેશ દોંગા સામે અગાઉથી અનેક ગુના નોંધાયેલા

પોલીસના જણાવ્યા પ્રમાણે, અલ્પેશ દોંગા વિરુદ્ધ રાજકોટ શહેરમાં 7 અને રાજકોટ ગ્રામ્યમાં 6 જેટલા ગુના અગાઉથી નોંધાયેલા છે. હાલ અલ્પેશ દોંગા જેલમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની વધુ પૂછપરછ માટે કોર્ટની મંજૂરીથી કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગાંધીનગર ચૂંટણીમાં ગરમાયું રાજકારણ! ભાજપ-કોંગ્રેસના દાવા વચ્ચે ઉમેદવારોને ‘સેફ’ જગ્યાએ ખસેડાયા?

હિરેન લુણાગરિયાની ધરપકડ

આ સમગ્ર કથિત કૌભાંડમાં પોલીસે હિરેન લુણાગરિયાની ધરપકડ કરી છે. પોલીસે હવે તેની પૂછપરછ શરૂ કરી વધુ લોકોની સંડોવણી, નાણાકીય વ્યવહારો અને ખેડૂતોની જમીન સંબંધિત દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ આગળ વધતાં આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને જમીનના વ્યવહારો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rural Police farmer land fraud, Rajkot farmer fraud case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ