ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર ચૂંટણીમાં ગરમાયું રાજકારણ! ભાજપ-કોંગ્રેસના દાવા વચ્ચે ઉમેદવારોને ‘સેફ’ જગ્યાએ ખસેડાયા?

ગુજરાત / ગાંધીનગર ચૂંટણીમાં ગરમાયું રાજકારણ! ભાજપ-કોંગ્રેસના દાવા વચ્ચે ઉમેદવારોને ‘સેફ’ જગ્યાએ ખસેડાયા?

Published By: Ajitsinh Jadeja
Reported By: Mehul Desai

Last Updated: 08:48 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરનું રાજકારણ ગરમાયું છે. તમામ 44 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે.

ADVERTISEMENT

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરનું રાજકારણ ગરમાયું છે. તમામ 44 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. ભાજપે તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસો નજીક છે ત્યારે ગાંધીનગરમાં કયો રાજકીય ખેલ રમાશે તેના પર સૌની નજર રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપ દ્વારા તમામ 44 બેઠકો પર સત્તાવાર ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસે પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે.

આ ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી લડવા માટે ઝંપલાવ્યું છે. નામાંકન દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય રીટા પટેલે ભાજપની એકતરફી જીતનો દાવો કર્યો હતો. ભાજપના ઉમેદવાર તન્વી પટેલ અને ગૌરાંગ પટેલે સરકારના વિકાસ કાર્યોને આગળ ધરીને જનતા વચ્ચે જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ સાથે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી હિમાંશુ પટેલે પાટનગરમાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા બનાવશે તેવો દાવો કર્યો છે, જ્યારે વોર્ડ નંબર 7 ના કોંગ્રેસ ઉમેદવાર ફેનીલ પટેલે સ્થાનિક કાર્યોના આધારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ફોર્મ ભરાયા બાદ કોંગ્રેસમાં આંતરિક હિલચાલ તેજ થઈ ગઈ છે. ગાંધીનગર ધારાસભ્ય નિવાસસ્થાનેથી કોંગ્રેસના ઉમેદવારોને બે અલગ-અલગ ખાનગી ગાડીઓમાં બેસાડીને અજ્ઞાત સ્થળે રવાના કરી દેવાયા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગાંધીનગર / એક એવી પાર્ટી જે ચૂંટણી લડવાને બદલે ટેક્સ ચોરી કરાવતી, 206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં 9ની ધરપકડ

સપ્ટેમ્બરે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જેમાં કોઈ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ્દ થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર છે. ભાજપ કોઈ નવી રણનીતિથી પાટનગરના રાજકારણમાં નવો વળાંક લાવશે, તેના પર સમગ્ર રાજ્યની મીટ મંડાયેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Corporation Election Municipal Corporation Election Gandhinagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ