ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં જમીન દલાલને ઓફિસમાં પૂરીને માર માર્યો, વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, 3ની ધરપકડ કરી
Last Updated: 07:55 PM, 26 September 2026
ADVERTISEMENT
સુરત: શહેરમાં વ્યાજખોરી સામે પોલીસની કાર્યવાહી વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં વ્યાજની રકમની ઉઘરાણીના નામે યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઓફિસમાં બોલાવી કેટલાક શખ્સોએ તેની સાથે મારપીટ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ ઉત્રાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
હિસાબ કરવાના બહાને ઓફિસમાં બોલાવ્યો
મળતી માહિતી મુજબ, એક યુવકે વ્યાજે લીધેલા રૂપિયા સમયસર પરત ન આપતાં તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેને હિસાબ અંગે વાતચીત કરવા માટે એક ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. યુવક ઓફિસમાં પહોંચ્યા બાદ ત્યાં હાજર શખ્સોએ તેની સાથે ઉઘરાણી બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તેને ઘેરીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવકને એક બાદ એક તમાચા મારવામાં આવતા જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાગબારા જંગલ જમીન વિવાદમાં ભાજપના બે નેતા સામસામે, મનસુખ વસાવાનો અર્જુન મોઢવાડિયા પર સીધો પ્રહાર
ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
વીડિયો વાયરલ થયા બાદ ઉત્રાણ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ, વીડિયો ફૂટેજ અને સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, કાયદો હાથમાં લઈને કોઈ વ્યક્તિ સાથે મારપીટ અથવા ધાકધમકી કરવી ચલાવી લેવામાં આવશે નહીં. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / એકાએક સોના-ચાંદીના ભાવમાં કેમ થયો ધરખમ ઘટાડો? જાણો કેટલું સસ્તું થયું?
ADVERTISEMENT