ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI : રોહિત-કોહલીની વાપસી વચ્ચે તિરૂવનંતપુરમમાં વરસાદનું સંકટ, ફેન્સની ચિંતા વધી

સ્પોર્ટ્સ / IND vs WI : રોહિત-કોહલીની વાપસી વચ્ચે તિરૂવનંતપુરમમાં વરસાદનું સંકટ, ફેન્સની ચિંતા વધી

Published By: Pravin Joshi

Last Updated: 11:02 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ તિરૂવનંતપુરમમાં પ્રથમ ODI મેચ રમાશે. વરસાદની 25% શક્યતા હોવાથી મેચમાં થોડી ખલલ પડી શકે છે, પરંતુ રદ થવાની શક્યતા ઓછી છે.

ADVERTISEMENT

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની 3 વનડે મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો રવિવારે, 27 સપ્ટેમ્બરના રોજ તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલાથી બંને દેશો વનડે શ્રેણીનો પ્રારંભ કરશે. જોકે, મેચ શરૂ થાય તે પહેલા જ ક્રિકેટપ્રેમીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આ મહત્વપૂર્ણ મેચમાં પણ વિઘ્ન આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન એજન્સી AccuWeather ના અહેવાલ મુજબ, મેચના દિવસે તિરૂવનંતપુરમમાં વરસાદ થવાની શક્યતા લગભગ 25% જેટલી છે. આ મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થવાની છે, પરંતુ તે પહેલા શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પણ પડ્યા છે. છતાં ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે આખી મેચ ધોવાઈ જવાની કે રદ થવાની શક્યતા ખૂબ ઓછી છે. જોકે, વરસાદના કારણે રમતમાં થોડા સમય માટે ખલલ ચોક્કસ પડી શકે છે.

આ મુકાબલામાં તમામની નજરો રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી છે. લાંબા સમય પછી આ બંને દિગ્ગજ ખેલાડીઓ મેદાન પર પાછા ફરી રહ્યા હોવાથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2027 ના ODI World Cup ને ધ્યાનમાં રાખતાં રોહિત અને વિરાટ માટે આ શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ના હોય! એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટીમમાં એક જ નામના 7 ખેલાડી, સૌ કોઈ હેરાન

ટીમ ઇન્ડિયાની કમાન યુવા કેપ્ટન શુભમન ગિલના હાથમાં છે, જ્યારે વેસ્ટઇન્ડીઝની આગેવાની અનુભવી શાઈ હોપ કરી રહ્યા છે. બંને ટીમ શ્રેણીની પહેલી જ મેચ જીતીને મજબૂત શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViratKohli INDvsWI RohitSharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ