ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 28 સપ્ટેમ્બરથી 3 દિવસની હડતાળ, સરકારના નિર્દેશથી આજે રવિવારે પણ ખુલશે જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ

National / 28 સપ્ટેમ્બરથી 3 દિવસની હડતાળ, સરકારના નિર્દેશથી આજે રવિવારે પણ ખુલશે જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ

Published By: Nidhi Panchal

Last Updated: 06:57 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકમાં કોઈ જરૂરી કામ બાકી હોય તો ગ્રાહકોએ હવે રાહ જોવી ભારે પડી શકે છે. 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ પહેલાં સરકારે ગ્રાહકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

સામાન્ય રીતે રવિવારનો દિવસ એટલે બેંકનું કામકાજ બંધ હોય તેવું માનવામાં આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. જો તમારું બેંકમાં કોઈ મહત્વનું કામ બાકી છે, તો તેને ટાળવું મુશ્કેલ પડી શકે છે. કારણ કે 28 સપ્ટેમ્બરથી બેંક કર્મચારી યુનિયનો દ્વારા ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને અગવડ ન પડે તે માટે સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને રવિવારે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે, જેથી હડતાળ શરૂ થાય તે પહેલાં જરૂરી બેંકિંગ વ્યવહારો પૂર્ણ કરી શકાય.

bank-holiday-2

બેંક કર્મચારી યુનિયનોની હડતાળના કારણે 28 સપ્ટેમ્બરથી ઘણી બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી પ્રભાવિત થવાની સંભાવના છે. તેથી જાહેર ક્ષેત્રની બેંકો અને જૂની ખાનગી બેંકોના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હડતાળ પહેલાં જ પોતાના જરૂરી બેંકિંગ કામ પૂર્ણ કરી લે. રવિવારે શાખાઓ ખુલ્લી રાખવાનો નિર્ણય પણ આ જ હેતુથી લેવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને શક્ય તેટલી ઓછી મુશ્કેલી પડે.

UFBUના જણાવ્યા મુજબ

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBUના જણાવ્યા મુજબ, આ સંગઠન દેશના લગભગ 90 ટકા બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેંક કર્મચારી યુનિયનો લાંબા સમયથી કેટલીક મહત્વની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. તેમાં પાંચ દિવસના બેંકિંગ સપ્તાહનો અમલ, પેન્શન સુધારા અને કર્મચારીઓના કલ્યાણ સાથે જોડાયેલી અન્ય માંગણીઓનો સમાવેશ થાય છે. આ માંગણીઓને લઈને હવે 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ પોતાના ગ્રાહકોને મહત્વની સલાહ

આ સ્થિતિ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ પોતાના ગ્રાહકોને મહત્વની સલાહ આપી છે. SBIએ ગ્રાહકોને કહ્યું છે કે તેઓ હડતાળ પહેલાં પોતાના જરૂરી અને મહત્વપૂર્ણ બેંકિંગ કાર્યો પૂર્ણ કરી લે. સાથે જ જ્યાં શક્ય હોય ત્યાં ડિજિટલ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે. ગ્રાહકો YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM અને કેશ ડિપોઝિટ મશીનો જેવી સેવાઓનો ઉપયોગ કરીને અનેક જરૂરી કામ કરી શકે છે.

બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગ્રાહકોને ડિજિટલ સેવાઓનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે. બેંકે 24 કલાક ઉપલબ્ધ રહેતા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા જણાવ્યું છે, જેથી શાખામાં જવાની જરૂરિયાત ઓછી થાય અને હડતાળ દરમિયાન પણ શક્ય હોય ત્યાં સુધી જરૂરી વ્યવહારો ચાલુ રાખી શકાય.

એકસરખી અસર પડશે તેવું

જોકે તમામ બેંકોની કામગીરી પર એકસરખી અસર પડશે તેવું નથી. ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક જેવી નવી ખાનગી બેંકો સામાન્ય રીતે કામ કરી શકે છે. બીજી તરફ જાહેર ક્ષેત્રની બેંકો અને જૂની ખાનગી બેંકોના ગ્રાહકોએ હડતાળને ધ્યાનમાં રાખીને પોતાના જરૂરી કામનું અગાઉથી આયોજન કરવું વધુ યોગ્ય રહેશે.

આ પણ વાંચો : 'અર્નબ'ના પ્રકોપથી 14 રાજ્યોમાં હાહાકાર... યુપીમાં 13 લોકોના મોત, છત્તીસગઢમાં નદીઓમાં પૂર અને બિહારમાં ચેતવણી

આ સમગ્ર મામલે નાણા મંત્રાલયે પણ બેંક કર્મચારી યુનિયનોને વાતચીત દ્વારા બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવા વિનંતી કરી છે. સરકાર તરફથી ગ્રાહકોની સુવિધા જળવાઈ રહે તે માટે રવિવારે જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી જે ગ્રાહકોના મહત્વના બેંકિંગ કામ બાકી છે, તેમના માટે હડતાળ પહેલાંની આ તક મહત્વની બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Strike Banking Services Public Sector Banks

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ