ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાલુ ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો તસ્કરો ઉઠાવે છે લાભ, મોબાઈલ-લેપટોપ ચોરીની વધતી ફરિયાદોથી રેલવે પોલીસ સામે મોટો પડકાર
Last Updated: 02:25 PM, 24 September 2026
ADVERTISEMENT
ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ અને કીમતી સામાનની ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. રેલવે પોલીસના ચોપડે દરરોજ એકાદ-બે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાતી હોવાના બનાવો સામે આવે છે. એક વર્ષમાં ર૦૦થી વધુ પેસેન્જરોના મોબાઈલ તેમજ સામાનની ચોરી થતી હોવા છતાં તેની સામે પોલીસ તપાસનું પ્રમાણ ઓછું હોવાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મુસાફરો ઊંઘી ગયા હોય, મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય અથવા ટ્રેન સ્ટેશન પર ઊભી હોય ત્યારે પ્લેટફોર્મ પર નાસ્તાે કે અન્ય સામાન લેવા ગયા હોય તે દરમિયાન તસ્કરો હાથ સાફ કરી જાય છે. તસ્કરો પેસેન્જરના સ્વાંગમાં ટ્રેનમાં મુસાફરી કરતા હોવાની પણ પોલીસ તપાસમાં વિગતો સામે આવે છે. કેટલાક તસ્કરો ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને મુસાફરોની જેમ બેસે છે અને તક મળતાં જ મોબાઈલ કે સામાનની ચોરી કરી બીજા સ્ટેશન પર ઊતરી જાય છે. પોલીસ પાસે આવા કેટલાક તસ્કરોનું લિસ્ટ હોવા છતાં ચાલુ ટ્રેનમાં થતી ચોરી અટકાવવાનો પડકાર યથાવત્ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતમાં રહેતા ગોપાલ પ્રજાપતિ બાંદરા ટર્મિનલ્સ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા. ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે ગોપાલે પોતાનો મોબાઈલ સીટ પરના ચાર્જિંગમાં મૂક્યો હતો અને વોશરૂમ ગયા હતા. થોડા સમય બાદ પરત ફર્યા ત્યારે ચાર્જિંગ પોઈન્ટ પરથી મોબાઈલ ગાયબ હતો. આસપાસ તપાસ કરવા છતાં મોબાઈલ મળી આવ્યો નહોતો. અંતે તેમણે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈના ભગવતીલાલ કોઠારી ચંડીગઢ-બાંદરા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો. ત્યાર બાદ તેઓ ઊંઘી ગયા હતા. ટ્રેન અમદાવાદ પહોંચતાં તેઓ જાગ્યા ત્યારે ચાર્જિંગ પોઈન્ટમાં મોબાઈલ જોવા મળ્યો નહોતો. આસપાસના મુસાફરોને પૂછપરછ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતાં અજાણ્યા શખ્સે ઊંઘનો લાભ લઈ મોબાઈલ ચોરી લીધો હોવાનું જણાયું હતું. આ અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
રાજકોટના રવિસિંહ રાજકોટથી મુંબઈ જવા ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન કાલુપુર રેલવે સ્ટેશન પર ઊભી રહી ત્યારે તેઓ નાસ્તો લેવા માટે પ્લેટફોર્મ પર ઊતર્યા હતા. આ સમયે તેમણે લેપટોપ બેગ સીટ પર જ રાખી હતી. નાસ્તો લઈને પરત આવ્યા ત્યારે સીટ પરથી બેગ ગાયબ હતી. આસપાસના મુસાફરોને પૂછપરછ કરવા છતાં કોઈ માહિતી મળી નહોતી. અજાણ્યો શખ્સ તેમની ગેરહાજરીનો લાભ લઈ બેગ ચોરી ગયો હોવાનું સામે આવતાં તેમણે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ટ્રેનમાં ચોરી કરતા તસ્કરો ઘણી વખત સામાન્ય પેસેન્જરની જેમ રિઝર્વેશન કરાવીને મુસાફરી કરતા હોવાનું સામે આવે છે. કોચમાં મુસાફરોની હિલચાલ અને તેમની આદતો પર નજર રાખ્યા બાદ તક મળતાં મોબાઈલ કે સામાન ચોરી લેવાય છે. ચોરી કર્યા બાદ તસ્કરો નજીકના સ્ટેશન પર ઊતરીને ફરાર થઈ જાય છે. રેલવે પોલીસ પાસે આવા તસ્કરોનું લિસ્ટ હોવાનું છતાં એક પછી એક ચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે.
ચાલુ ટ્રેનમાં થતી ચોરી પાછળ તસ્કરોની નજર સાથે મુસાફરોની બેદરકારી પણ એક કારણ બની રહી છે. ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ સીટ પર છોડી ઊંઘી જવું, પ્લેટફોર્મ પર ઊતરતી વખતે લેપટોપ કે બેગ સીટ પર જ રાખી દેવી અથવા કીમતી વસ્તુઓને નજર સામે ન રાખવાથી તસ્કરોને તક મળી જાય છે, જોકે આ પ્રકારની ચોરી અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સીસીટીવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં ચાલુ ટ્રેનમાં પેસેન્જરોને નિશાન બનાવતી ચોરીની ઘટનાઓ સતત પડકાર બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT