ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીના વિજલપોરમાં ગણેશ વિસર્જન બાદ રસ્તા પર જામ્યા ગુલાલના જાડા થર, 11 હજાર કિલો ગુલાલ ઉડાવાતા વાહનો અટવાયા
Last Updated: 02:17 PM, 27 September 2026
ADVERTISEMENT
નવસારીના વિજલપોરના અંબાજી નગરમાં ગણેશ વિસર્જન દરમિયાન અનોખો નજારો જોવા મળ્યો હતો. શિવરાણા ક્ષત્રિય ગ્રુપના યુવાનોએ JCB મશીનની મદદથી મોટી માત્રામાં ગુલાલ હવામાં ઉડાવ્યો હતો. ડીજેના તાલે ચાલેલા આ આયોજનને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગ પર ગુલાલના જાડા થર જામી જતાં રસ્તો લપસણો બની ગયો હતો.
ADVERTISEMENT
અંબાજી નગરમાં ગણેશ વિસર્જન દરમિયાન શિવરાણા ક્ષત્રિય ગ્રુપ દ્વારા આશરે 11 હજાર કિલો ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવાનો ડીજેના તાલે ઝૂમતા હતા અને JCB મશીન વડે ગુલાલ હવામાં ઉડાડવામાં આવતો હતો.
ADVERTISEMENT
હવામાં ઉડતો ગુલાલ અને ઉજવણીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, ઉજવણી પૂર્ણ થયા બાદ સ્થિતિ અલગ જોવા મળી હતી. રસ્તા પર મોટી માત્રામાં ગુલાલ જમા થઈ ગયો હતો અને સમગ્ર રોડ ગુલાબી રંગમાં રંગાઈ ગયો હતો.
ADVERTISEMENT
રસ્તા પર જમા થયેલા ગુલાલના જાડા થરને કારણે સડક લપસણી બની ગઈ હતી. જેના કારણે ટુ-વ્હીલર સહિતના વાહનો સ્લીપ થવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી.
ઉજવણી દરમિયાન મોટી માત્રામાં ગુલાલ રસ્તા પર ફેલાઈ જતાં કાર્યક્રમ બાદ તેની સફાઈની જવાબદારીનો પ્રશ્ન પણ ઊભો થયો હતો.
ADVERTISEMENT
રસ્તા પર ગુલાલના થર જમા થયા બાદ બીજા દિવસે સવારે વિજલપોર વોર્ડ નંબર-10ના નગરસેવક સુનિલ પાટીલ અને ક્ષત્રિય સમાજના વડીલ આગેવાનો જાતે સફાઈ કરવા માટે રસ્તા પર પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આગેવાનોએ પાવડા વડે રસ્તા પર જમા થયેલો ગુલાલ દૂર કર્યો હતો. વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને અકસ્માતનું જોખમ ટળે તે માટે તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
'કાર્યક્રમની અમને જાણ નહોતી': રામસિંગભાઈ
ક્ષત્રિય સમાજના આગેવાન રામસિંગભાઈએ જણાવ્યું હતું કે, શિવરાણા ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી અને કોઈ આમંત્રણ પણ મળ્યું નહોતું. તેઓ તે સમયે દાંડી ખાતે ગણેશ વિસર્જનની પ્રક્રિયામાં વ્યસ્ત હતા.
વોર્ડ નંબર-10ના નગરસેવક સુનિલ પાટીલે જણાવ્યું હતું કે, સવારે રોડ પર ગુલાલના જાડા થર જોવા મળ્યા હતા. જેના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળીને તાત્કાલિક સફાઈ શરૂ કરવામાં આવી હતી.
ગણેશોત્સવ અને વિસર્જન દરમિયાન ઉજવણી સાથે જાહેર રસ્તાઓની સ્વચ્છતા અને વાહનચાલકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવાની જરૂરિયાત આ ઘટનાએ ફરી એકવાર સામે મૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.