ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં મહિલાની ડિલિવરી, એમ્બ્યુલન્સમાં વિલંબ થતાં TRB જવાનો મદદે આવ્યા, માતાએ નવજાત બાળકીને જન્મ આપ્યો

દેવદૂત / સુરતમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં મહિલાની ડિલિવરી, એમ્બ્યુલન્સમાં વિલંબ થતાં TRB જવાનો મદદે આવ્યા, માતાએ નવજાત બાળકીને જન્મ આપ્યો

Published By: Vishal Khamar
Reported By: Nirmal Patel

Last Updated: 12:17 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત રેલવે સ્ટેશનની ટ્રાફિક પોલીસ ચોકીમાં TRB જવાનો અને મેડિકલ ઓફિસરની સમયસૂચક કામગીરીથી મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી અને માતા-નવજાત બાળકી સુરક્ષિત રહ્યા.

ADVERTISEMENT

સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. રાત્રિના સમયે અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં એક ગર્ભવતી મહિલાને રેલવે સ્ટેશન ગેટ નજીક આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. સમયસર કરવામાં આવેલી મદદના કારણે માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 3:20 વાગ્યે એક પ્રેગ્નન્ટ મહિલાને અચાનક સતત પેટમાં દુખાવો શરૂ થયો હતો. પરિસ્થિતિને ગંભીર સમજી મહિલાને તાત્કાલિક રેલવે સ્ટેશન ગેટ ખાતે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં સુવડાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી હતી.

જોકે, એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનવા લાગી હતી. આ દરમિયાન TRB જવાન પ્રવીણ જગદીશભાઈ સહિતના સાથી જવાનો તાત્કાલિક મહિલાની મદદે આવ્યા હતા.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તરફથી મેડિકલ ઓફિસર કૌશિક પટેલને પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરની દેખરેખ અને TRB જવાનોની મદદથી ટ્રાફિક પોલીસ ચોકીમાં જ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

મૂળ મધ્યપ્રદેશના પરિવાર માટે રેલવે સ્ટેશનની ટ્રાફિક પોલીસ ચોકી જ તે સમયે પ્રસૂતિનું સ્થળ બની હતી. સમયસરની મદદ અને તાત્કાલિક નિર્ણયના કારણે માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ થરાદ પાસે ભારતમાલા હાઇવે પર ભયંકર અકસ્માત, નંદી સાથે કાર અથડાતા 2ના ઘટનાસ્થળે મો*ત

આ સમગ્ર ઘટનામાં TRB જવાનો તથા મેડિકલ ઓફિસરે ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘટનાની જાણ થતાં સુરત ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની આ માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TRB jawans Surat traffic police emergency delivery Surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ