ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમિત શાહે અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી, ફૂલ ટેન્કમાં 2,200 કિમી દોડશે, LNG-ડીઝલ બંને ઈંધણ પર ચાલી શકશે એન્જિન
Last Updated: 01:04 PM, 27 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં આજે એટલે કે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ રેલવે ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ₹1,542 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ ભારતની પ્રથમ LNG એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસથી ચાલતી ટ્રેન રહી છે. અમિત શાહે આ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ નવી ટેકનોલોજીથી રેલવેના ઇંધણ ખર્ચમાં ઘટાડો થવાની સાથે પ્રદૂષણ પણ ઓછું થવાની આશા છે.
ADVERTISEMENT

આ LNG ટ્રેનની ખાસ વાત એ છે કે એક વાર સંપૂર્ણ રીતે ભરેલા ટેન્કમાં તે 2,200 કિલોમીટર સુધીનું લાંબું અંતર કાપી શકે છે. ટ્રેન LNG આધારિત હશે, પરંતુ તેનું એન્જિન માત્ર LNG પર જ નહીં, પરંતુ LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે. એટલે કે ફ્યુઅલની માત્રા અને જરૂરિયાત મુજબ એન્જિન LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકે છે. આ ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી રેલવે માટે મહત્વની પહેલ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ અંતર્ગત 1,400 HP ક્ષમતા ધરાવતા બે ડ્રાઇવિંગ પાવર કાર એટલે કે DPCને LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો 2,000 કિલોમીટરથી વધુનો સફળ ફિલ્ડ ટ્રાયલ પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે 8 મહિના સુધી આ ટ્રેનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સફળ થયા બાદ આવનારા સમયમાં વધુ 8થી 10 ટ્રેનોમાં LNG ટેકનોલોજી અપનાવવાની યોજના છે. એટલે કે ભવિષ્યમાં રેલવેના વધુ ટ્રેનોમાં LNG આધારિત ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદના DRM વેદ પ્રકાશે LNG ટ્રેનના ફાયદાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે LNG ડીઝલ કરતાં સસ્તું હોવાના કારણે ટ્રેન ચલાવવાનો કુલ ખર્ચ ઘટી શકે છે. આ ઉપરાંત LNG ઇંધણના ઉપયોગથી પ્રદૂષણમાં પણ ભારે ઘટાડો થશે. LNG ટેકનોલોજીના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણો જેવા નુકસાનકારક તત્વો ઓછી માત્રામાં ઉત્પન્ન થશે. તેના કારણે રેલવે ટ્રેકની આસપાસની હવા પણ વધુ શુદ્ધ રહેવાની આશા છે. સાથે જ ઇંધણના ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ શકે છે. વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું કે LNG ઇંધણ સિસ્ટમ અપનાવવાથી એન્જિનના પાવરમાં કોઈ ઘટાડો થતો નથી. એન્જિનનો પાવર ડીઝલ એન્જિન જેટલો જ જળવાઈ રહે છે. એક LNG ટેન્કથી DPC ટ્રેન લગભગ 2,200 કિલોમીટર સુધી ચાલી શકે છે, જેના કારણે વારંવાર ફ્યુઅલ ભરાવવાની જરૂરિયાત પણ ઘટી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમિત શાહે સાબરમતીમાં આશરે ₹700 કરોડના ખર્ચે બનેલા WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું પણ ઉદ્ઘાટન કર્યું અને લીલી ઝંડી બતાવી હતી. આ શેડમાં 12,000 HPની ક્ષમતા ધરાવતા આશરે 300 ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનોના મેન્ટેનન્સ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે રેલવે એન્જિનની પ્રદર્શિત તસવીરો પણ નિહાળી હતી. ત્યારબાદ તેઓ સ્વયં ટ્રેનના એન્જિનમાં ગયા હતા અને તેની તાંત્રિક ક્ષમતા તથા કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 27, 2026
અમિત શાહે ₹1,542 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ સાથે LNG ટ્રેનને લીલી ઝંડી આપી.
ફુલ ટેન્કમાં LNGથી ટ્રેન 2,200 કિમી સુધી દોડી શકશે, એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલશે.
ફ્યુઅલની ઉપલબ્ધતા મુજબ એન્જિન LNG-ડીઝલ વચ્ચે આપોઆપ સ્વિચ કરી શકશે.… pic.twitter.com/W9pN2LjwBR
ADVERTISEMENT
આ ઉપરાંત આશરે ₹313.27 કરોડના ખર્ચે સાબરમતી-સરખેજ રેલ લાઇનના 21 કિલોમીટર લાંબા હિસ્સાને ડબલ કરવાનું કામ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનો સાથે જોડાયેલા કામો ઉપરાંત પુલો અને રોડ અંડરપાસ સંબંધિત કામોનો પણ સમાવેશ થાય છે. રેલ લાઇનના દોહરીકરણથી ટ્રેનોની અવરજવરમાં સુધારો થવાની આશા છે. સાથે જ સરખેજ-ધોલેરા વિસ્તારની કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી શકે છે.
આ પણ વાંચો : થરાદ પાસે ભારતમાલા હાઇવે પર ભયંકર અકસ્માત, નંદી સાથે કાર અથડાતા 2ના ઘટનાસ્થળે મો*ત
નવી LNG ટ્રેનમાં ડીઝલ-ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે DEMU ટ્રેનને ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં બદલવામાં આવી છે. હવે તેનું એન્જિન ડીઝલ અને LNG બંનેથી ચાલી શકે છે. ટ્રેનના ડ્રાઇવિંગ પાવર કાર એટલે કે DPCમાં લગભગ 2,200 લીટરની LNG ટેન્ક ફિટ કરવામાં આવી છે. આપેલી ટેકનિકલ વિગતો મુજબ એકવાર પૂરી રિફિલ કર્યા પછી ટ્રેન 222 કિલોમીટર સુધીની યાત્રા કરી શકે છે. સાથે જ LNGના ઉપયોગથી ડીઝલના વપરાશમાં 40 ટકા સુધીનો ઘટાડો થવાની માહિતી આપવામાં આવી છે. અમદાવાદમાં શરૂ થયેલી આ LNG ટ્રેન માત્ર નવી ટેકનોલોજીનો પ્રયોગ નથી, પરંતુ રેલવેને વધુ સસ્તું, ઓછું પ્રદૂષણ કરતું અને પર્યાવરણને અનુકૂળ પરિવહન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ₹1,542 કરોડથી વધુના વિવિધ રેલ પ્રોજેક્ટ્સ, ₹700 કરોડનો WAG-12 મેન્ટેનન્સ શેડ અને સાબરમતી-સરખેજ રેલ લાઇન ડબલિંગ સાથે અમદાવાદના રેલવે માળખાને આગામી સમયમાં વધુ મજબૂતી મળવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.