ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / UN મહાસભામાં જયશંકરે આતંકવાદ પર પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ, ‘ઝીરો ટોલરન્સ’નું વલણ દોહરાવ્યું
Last Updated: 09:46 AM, 27 September 2026
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર જ્યારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર બોલવા ઊભા થયા ત્યારે દુનિયાની નજર તેમના ભાષણ પર હતી. એક તરફ આતંકવાદનો મુદ્દો હતો, તો બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મોટા વૈશ્વિક પ્રશ્નો હતા. જયશંકરે પોતાના સંબોધનમાં એક પછી એક મુદ્દો ઉઠાવીને ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. ખાસ કરીને આતંકવાદના મુદ્દે તેમણે નામ લીધા વિના પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો અને કહ્યું કે આતંકવાદને સામાન્ય બનાવતી તથા તેના પરિણામોથી મુક્તિનો દાવો કરતી દલીલો સ્વીકારવામાં આવશે નહીં. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપતી સરકારોને જવાબદાર ઠેરવવાની જરૂર છે. આતંકવાદને કોઈપણ રીતે સામાન્ય ગણાવી શકાય નહીં અને તેની સામે દુનિયાએ સ્પષ્ટ વલણ રાખવું પડશે. આ સાથે તેમણે વિશ્વ સમક્ષ ભારતની પ્રાથમિકતાઓ અને બદલાતા વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા પણ રજૂ કરી.
ADVERTISEMENT

ADVERTISEMENT
જયશંકરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અંગે પણ ભારતનું વલણ રજૂ કર્યું. તેમણે ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કર્યો. જયશંકરે AIને માનવ સશક્તિકરણ, આર્થિક સમૃદ્ધિ અને મોટા પાયે સમસ્યાઓના ઉકેલ માટેનું એક મહત્વપૂર્ણ સાધન ગણાવ્યું. તેમણે કહ્યું કે દરેક દેશને પોતાના રાષ્ટ્રીય ધ્યેયો અને જરૂરિયાતો અનુસાર પોતાની AI ઇકોસિસ્ટમ, મોડેલ અને ડિપ્લોયમેન્ટ વ્યૂહરચના વિકસાવવાનો અધિકાર છે. જયશંકરે AIને ગ્લોબલ સાઉથ સાથે ભારતના ભાગીદારી એજન્ડાના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે પણ રજૂ કર્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે રશિયા-યુક્રેન યુદ્ધની સાથે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી. જયશંકરે લાલ સમુદ્રથી કાળા સમુદ્ર સુધી વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પર થઈ રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર નેવિગેટ કરતા વાણિજ્યિક જહાજો અને ખલાસીઓને નિશાન બનાવવું યોગ્ય નથી. જહાજો અને ખલાસીઓની સલામતી સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. તેમણે ભારત સહિત અનેક દેશોના ખલાસીઓના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ તમામ પક્ષોને સંયમ રાખવા અને તણાવ ઘટાડવા માટે અપીલ કરી. ભારતે લાઇબેરિયા અને અન્ય 23 ભાગીદારો સાથે દરિયાઈ સુરક્ષા પહેલમાં જોડાવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા અને વેપાર માટે જરૂરી સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુક્રેન સંઘર્ષ પાંચમા વર્ષમાં પ્રવેશી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતાં ભારતે પણ ચિંતા વ્યક્ત કરી. યુએન જનરલ એસેમ્બલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું કે અનંત યુદ્ધનો હવે અંત આવવો જોઈએ. તેમણે જણાવ્યું કે ભારત ચાલુ શાંતિ પહેલને સમર્થન આપે છે. સાથે જ નાવિકોની સલામતી ઉપરાંત ખાદ્ય અને ઊર્જા પુરવઠો પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે. ભારત ખાદ્ય અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું.
જયશંકરે ગ્લોબલ સાઉથ સામે ઉભા થયેલા 4F સંકટનો પણ ઉલ્લેખ કર્યો. તેમાં ખાદ્ય, બળતણ, ખાતર અને નાણાંનો સમાવેશ થાય છે. તેમણે સુપર અલ નીનો, ખાતરની અછત અને અનાજની હેરફેરમાં ઊભા થતા અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી. AIના દુરુપયોગ અંગે પણ તેમણે ચેતવણી આપી. તેમના જણાવ્યા મુજબ AIનો દુરુપયોગ પૂર્વગ્રહ વધારી રહ્યો છે અને પરસ્પર આદરને નબળો પાડી રહ્યો છે. આ ઉપરાંત તેમણે ગ્લોબલ સાઉથના ઔદ્યોગિકીકરણના અધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે બિન-બજાર પ્રવૃત્તિઓ અને બજાર વંચિતતા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વિશ્વની દરેક વસ્તુને શસ્ત્ર બનાવવામાં આવી રહી છે. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતને 'પ્રથમ પ્રતિભાવ આપનાર' તરીકે પણ રજૂ કર્યું. તેમણે મુશ્કેલીના સમયમાં અન્ય દેશોની મદદ કરવાની ભારતની ભૂમિકાને રેખાંકિત કરી.
આ પણ વાંચો : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 11 લોકોના મોત, 30 ઘાયલ
પોતાના સંબોધન દરમિયાન જયશંકરે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા પર પણ વાત કરી. તેમણે કહ્યું કે વિશ્વ હવે બહુ-ધ્રુવીય વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. નવી વાસ્તવિકતાઓ સામે 1945 પછીનો ક્રમ બદલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બહુ-ધ્રુવીય પ્રણાલી માટે સભ્ય સંવાદ, વ્યાપક પરામર્શ અને પારદર્શક નિર્ણય લેવાની જરૂર છે. માનવતાના એક મોટા ભાગને વૈશ્વિક નિર્ણય લેવાની પ્રક્રિયાથી બાકાત રાખી શકાય નહીં. તેમણે શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે મજબૂત વૈશ્વિક પ્રતિબદ્ધતા માટે અપીલ કરી. ભાષણના અંતે જયશંકરે મહાત્મા ગાંધીના સંદેશને ટાંકીને વિશ્વને એક મોટો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, "શાંતિનો કોઈ રસ્તો નથી; શાંતિ એ જ રસ્તો છે." આ સાથે ભારતે આતંકવાદથી લઈને AI અને વૈશ્વિક સંઘર્ષો સુધીના તમામ મોટા મુદ્દાઓ પર પોતાનું સ્પષ્ટ અને સંતુલિત વલણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો