ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ‘સ્વર્ગમાં પપ્પા મળ્યા, તેઓ એકદમ યુવાન હતા...’ કોમામાં ગયેલી મહિલાએ Near Death Experienceનો કર્યો દાવો

વિશ્વ / ‘સ્વર્ગમાં પપ્પા મળ્યા, તેઓ એકદમ યુવાન હતા...’ કોમામાં ગયેલી મહિલાએ Near Death Experienceનો કર્યો દાવો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:23 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajab-Gajab: અમેરિકાની વાનિયા વાલ્ટ્રિઆનીએ મગજમાં રક્તસ્ત્રાવ થયા પછી કોમામાં પહોચી ગયા હતા ત્યારે નિયર ડેથ એક્સપીરિયંસનો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

Ajab-Gajab: અમેરિકાની વાનિયા વાલ્ટ્રિઆનીએ મગજમાં રક્તસ્ત્રાવ થયા પછી કોમામાં પહોચી ગયા હતા ત્યારે નિયર ડેથ એક્સપીરિયંસનો ખુલાસો કર્યો છે. તેમનો દાવો છે કે તેણે તેના મૃત પિતા સાથે મુલાકાત કરી અને મૃત્યુ વિશે ચોકાવનારુ સત્ય જાણ્યુ છે.

ક્યારેક જીવનના અનુભવો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. એક મહિલાનો આઘાતજનક અનુભવ આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોમામાંથી બહાર આવ્યા પછી અમેરિકન વાનિયા વાલ્ટ્રિઆનીએ જે ખુલાસો કર્યો છે તેણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેને આશ્ચર્યચકિત કરી દીધા છે.

પાર્ટી દરમિયાન અચાનક મગજની નસ ફાટી ગઇ

યુકેના એક ન્યૂઝ અહેવાલ મુજબ વર્ષ 2014 માં 45 વર્ષીય વાનિયા એક પાર્ટીમાં ખુશીથી નાચી રહી હતી ત્યારે તેણીને અચાનક તેના માથામાં તીવ્ર દુખાવો થયો, જાણે તેને જોરદાર માર મારવામાં આવ્યો હોય. ડોકટરોની તપાસમાં જાણવા મળ્યુ કે વાનિયાને મગજની નશ ફાટી ગઇ છે. તેઓએ તેના પરિવારને કહ્યું કે તેના બચવાની શક્યતા ઓછી છે. ત્યારબાદ તે ત્રણ દિવસ સુધી ઊંડા કોમામાં રહી.

શરીર હોસ્પિટલમાં હતું, પરંતુ આત્મા બીજે ક્યાંક ગયો હતો

વાનિયા કહે છે કે જ્યારે ડોકટરો આઇસીયુમાં તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડી ગયો હતો. તે પોતાને પલંગની ઉપર પડેલી જોઈ શકતી હતી. આ પછી તે એક એવી દુનિયામાં પહોંચી જે અત્યંત શાંત અને સુંદર હતી. ત્યાં તેને કોઈ પીડા કે ભયનો અનુભવ થયો નહીં. સૌથી નોંધપાત્ર વાત એ હતી કે તે રહસ્યમય દુનિયામાં, તે તેના પિતાને મળી, જેનું મૃત્યુ 16 વર્ષ પહેલા થયું હતું. વાનિયાના મતે તેના પિતા મૃત્યુ પછીના જીવનમાં વૃદ્ધ નહીં, પરંતુ યુવાન દેખાતા હતા, જે એક ચમકતી રોશનીથી ઘેરાયેલા હતા.

પિતાએ જીવનનો સૌથી મોટો સંદેશ આપ્યો

પિતાએ વાનિયાને ભેટી પડ્યા અને એક પણ શબ્દ બોલ્યા વિના માનસિક રીતે તેને ખાતરી આપી કે તેણીએ ચિંતા ન કરવી જોઈએ, બધું સારું થઈ જશે. મૃત્યુ આપણી કહાનીનો અંત નથી, હકીકતમાં મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. વાનિયા તે દૈવી દુનિયામાં રહેવા માંગતી હતી, પરંતુ અચાનક તેણીને લાગ્યું કે તેણી તેના શરીરમાં પાછી ફરી રહી છે અને પીડા સાથે તેણી ફરીથી ભાનમાં આવી ગઈ.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / 2 ઓક્ટોબરે ‘No UPI Day’: MDR ચાર્જના વિરોધમાં દેશભરના વેપારીઓ કાળા કપડાથી ઢાંકશે QR કોડ

ભાનમાં આવ્યા પછી સંપુર્ણ બદલાઇ ગઇ વાનિયા

ત્રણ દિવસ પછી જ્યારે વાનિયાએ આંખો ખોલી, ત્યારે તે સંપૂર્ણપણે નવી વ્યક્તિ બની ગઇ હતી. આઘાતજનક રીતે તે તેની માતૃભાષા પોર્ટુગીઝ, સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી અને ફક્ત અંગ્રેજી યાદ હતી. આજે તેણીનો મૃત્યુ નજીકનો અનુભવ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA Near Death Experience Ajab-Gajab

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ