ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘તારા પિતા મકાન અને કાર આપશે તો જ લઈ જઈશ’, લગ્નના બીજા દિવસથી જ સાસરિયાંના ત્રાસનો પત્નીએ લગાવ્યો આક્ષેપ

ક્રાઈમ / ‘તારા પિતા મકાન અને કાર આપશે તો જ લઈ જઈશ’, લગ્નના બીજા દિવસથી જ સાસરિયાંના ત્રાસનો પત્નીએ લગાવ્યો આક્ષેપ

Published By: Vishal Khamar

Last Updated: 03:36 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલુપુરની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી, કાર અને મકાનની માંગણી કરવાનો આક્ષેપ.

ADVERTISEMENT

કાલુપુર વિસ્તારમાં રહેતી ‌હિના (નામ બદલ્યું છે)એ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પતિ અરબાઝ, સસરા મહેબૂબ, જેઠ વારિસ અને જેઠાણી સના વિરુદ્ધ ઘરેલુ હિંસા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ‌હિનાનાં લગ્ન વર્ષ ર૦રપમાં સમાજના રીતરિવાજ મુજબ અરબાઝ સાથે થયાં હતાં.

લગ્નના બીજા દિવસથી જ પતિ સહિતનાં સાસ‌િરયાંઓએ દહેજના મુદ્દે હિનાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હિનાનો આક્ષેપ છે કે સાસ‌િરયાંઓ વારંવાર દહેજમાં કાર લાવવા માટે દબાણ કરતાં હતાં. આ દરમિયાન પતિ અરબાઝે હિનાને તેના પિતાના ઘરે જવા માટે કહ્યું હતું અને થોડા સમય બાદ તેને પરત લઈ આવવાનું જણાવ્યું હતું. પતિની વાત માની હિના પિતાના ઘરે જતી રહી હતી,

આ પણ વાંચોઃ SVP હોસ્પિટલમાં સફાઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે તપાસ, રાત્રિના સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફ ગેરહાજર મળ્યો

જોકે ત્યાર બાદ અરબાઝ તેને લેવા આવ્યો ન હતો. ‌હિનાએ પતિને ફોન કરીને પરત લઈ જવા અંગે વાત કરતાં અરબાઝે તેના પર વધુ દબાણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેણે કહ્યું હતું કે પિતા તરફથી મકાન અને કાર આપવામાં આવશે તો જ તે ‌હિનાને પરત લઈ જશે અન્યથા છૂટાછેડા આપી દેશે. આ મામલે ‌હિનાએ કાલુપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad dowry case Kalupur dowry harassment case domestic violence complaint

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ