ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / 'ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઉકેલવામાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નિષ્ફળ': UNGA માં અમેરિકી વિદેશ મંત્રીનો મોટો દાવો
Last Updated: 12:59 AM, 24 September 2026
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની ઉચ્ચ સ્તરીય બેઠક વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રેસ સાથેની વાતચીતમાં રૂબિઓએ દાવો કર્યો છે કે હાલની આંતરરાષ્ટ્રીય પ્રણાલી સંપૂર્ણપણે ભાંગી પડી છે અને તે ભારત અને પાકિસ્તાન જેવા વૈશ્વિક સંઘર્ષો અને તણાવને ઉકેલવામાં લાચાર સાબિત થઈ રહી છે.
ADVERTISEMENT
માર્કો રૂબિઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, સંસ્થાઓમાં મોટી સંભાવનાઓ હોવા છતાં તે પોતાની પૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી નથી. વિશ્વના અનેક નેતાઓએ પણ આ તરફ ઇશારો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પોતાના નક્કી કરેલા ક્ષેત્ર કરતાં અન્ય બાબતોમાં વધુ અટવાઈ ગઈ છે. જેના કારણે આજે તે વિશ્વના કોઈપણ મોટા વિવાદ કે યુદ્ધને રોકવામાં સક્ષમ નથી. સંસ્થાઓ પોતાના જ બોજ તળે દબાઈ ગઈ છે અને તેમને ફરી પોતાના યોગ્ય રોલ અને ફોકસ પર લાવવાની ભારે જરૂરિયાત છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકી વિદેશ મંત્રીએ ઉદાહરણ આપતાં જણાવ્યું કે, "જો આપણી પાસે એક કાર્યક્ષમ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ હોત જે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વિવાદ અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઝઘડાઓ શાંત પાડી શકત, તો તે ખૂબ જ સારું હોત. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં લાગે છે કે આપણી પાસે એવી કોઈ સક્રિય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અસ્તિત્વમાં જ નથી."
ADVERTISEMENT
વૈશ્વિક પ્રણાલીની નિષ્ફળતા પર વાત કરતા રૂબિઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નિષ્ફળ જાય છે ત્યારે સાર્વભૌમ દેશો પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા હંમેશા કોઈપણ આંતરરાષ્ટ્રીય આદેશ કે સિસ્ટમ કરતાં પોતાના દેશના હિતોને જ સર્વોપરી રાખશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે માર્કો રૂબિઓનું આ નિવેદન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના UNGA મંચ પરથી આપેલા એ સંબોધન બાદ આવ્યું છે, જેમાં તેમણે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઉકેલ્યો હતો. જોકે, ભારતે હંમેશાથી સ્પષ્ટ વલણ રાખ્યું છે કે પાકિસ્તાન સાથે સીઝફાયર કરાર બંને દેશોના મિલિટરી ઓપરેશન્સ ડાયરેક્ટર જનરલ (DGMO) વચ્ચેની સીધી વાતચીતનું પરિણામ હતું. ભારતે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા કે હસ્તક્ષેપના દાવાઓને સખત રીતે ફગાવ્યા છે.
વધુ વાંચો : વિદેશનો મોહભંગ, 40 ટકા લોકો હવે પરત ભારત આવી રહ્યાં છે, સર્વેમાં મોટો ખુલાસો
ADVERTISEMENT
દરમિયાન, કૂટનીતિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિઓ 19 October ના રોજ ભારતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT