ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પુતિનની ચેતવણી બાદ યુક્રેન પર રશિયાનો કહેર, મિસાઈલ-ડ્રોન હુમલાથી કિવમાં તબાહી

વિશ્વ / પુતિનની ચેતવણી બાદ યુક્રેન પર રશિયાનો કહેર, મિસાઈલ-ડ્રોન હુમલાથી કિવમાં તબાહી

Published By: Nirav Kumar

Last Updated: 07:16 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુતિને બદલો લેવાની ચેતવણી આપી અને થોડા જ કલાકોમાં યુક્રેન પર મિસાઈલ-ડ્રોનનો મોટો હુમલો થયો છે. જેમાં કિવના ત્રણ મહત્ત્વના પુલને નુકસાન થયું અને અનેક લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો.

ADVERTISEMENT

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર રાત્રે મિસાઇલ અને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે નવ જણ ઘાયલ થયા છે. જેમાં ઘણી ઇમારતો, પુલો અને પરિવહનના માળખાને નુકસાન પહોંચ્યું છે. શહેરના અમુક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

આ હુમલો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચેતવણીના થોડા કલાકો બાદ થયો છે. જેમાં પુતિને ચીનમાં કહ્યું હતું કે યુક્રેને તાજેતરમાં કરેલા હુમલાનો જવાબ આપવામાં આવશે. આ અઠવાડિયે યુક્રેને ક્રિમિયાને રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડતા કેર્ચ બ્રિજ પર ત્રણ વખત હુમલો કર્યો હતો. પુતિને કહ્યું હતું કે આ હુમલાથી પુલના રોડવાળા ભાગને ભારે નુકસાન થયું છે અને તેને ફરીથી બનાવવામાં આવશે.

કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, શહેરના ચાર જિલ્લાઓમાં નુકસાન થયું છે. જેમાં અમુક બિન-રહેણાંક ઇમારતો પણ અસરગ્રસ્ત થઈ છે. વીજ કંપની ડીટીઈકે અનુસાર પેચેર્સ્કી, સોલોમિયાન્સ્કી, હોલોસિવ્સ્કી, નિપ્રોવ્સ્કી અને ડાર્નિત્સ્કી જિલ્લાઓના અમુક ભાગોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. પોડિલ્સ્કી અને ડાર્નિત્સ્કી વિસ્તારોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત માળખાને પણ નુકસાન પહોંચ્યું છે.

મેયર વિતાલી ક્લિચકોએ જણાવ્યું કે, બેલિસ્ટિક મિસાઇલના હુમલામાં પોડિલ્સ્કી બ્રિજને નુકસાન થયું છે. તે પછી નીપર નદીના જમણા કિનારેથી ડાબા કિનારે જતા ટ્રાફિકને બંધ કરી દેવામાં આવ્યો છે. ડાર્નિત્સ્કી બ્રિજને પણ નુકસાન થયું છે. સાઉધર્ન બ્રિજ પર પણ અસર થઈ છે અને ત્યાં વાહનોની આવનજાવન મર્યાદિત કરી દેવામાં આવી છે. હવે ડાબા કિનારેથી જમણા કિનારે માત્ર 10 ટન સુધીના વાહનો જ જઈ શકે છે. 18 ટન સુધીની જાહેર પરિવહન વાળી ગાડીઓને પણ મંજૂરી છે.

વધુ વાંચો : માયાવી રાક્ષસના નામ પરથી પડ્યું ચક્રવાત અકવાનનું નામ, જાણો કયા દેશે વાવાઝોડાને આપ્યું રાક્ષસનું નામ

મેયરે નાગરિકોને અપીલ કરી છે કે જરૂરી કામ ન હોય તો શહેરમાં વાહનો ન કાઢે. જેમાં પ્રોફેશનલને અને સંસ્થાઓને પણ કહ્યું છે કે શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની વ્યવસ્થા કરે. આ હુમલો રશિયા-યુક્રેન યુદ્ધમાં તણાવ વધારનારો સાબિત થયો છે. જેમાં બંને પક્ષો વચ્ચે હુમલા અને પ્રતિહુમલાની સીરીઝ ચાલુ જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine War Latest News Russia Ukraine War Kyiv Missile Attack

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ