ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ એકસાથે, દુનિયાને ચોંકાવનારી બેઠક પાછળ છુપાયેલો છે મોટો ખેલ

વિશ્વ / ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ એકસાથે, દુનિયાને ચોંકાવનારી બેઠક પાછળ છુપાયેલો છે મોટો ખેલ

Published By: Nirav Kumar

Last Updated: 11:55 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની ત્રણ મહાસત્તાઓના નેતાઓ ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન એક મંચ પર આવ્યા છે. તો ચાલો જાણીએ કે ટ્રમ્પ ચીન પાસેથી શું માંગે છે, પુતિનને કઈ રાહત જોઈએ છે અને જિનપિંગનો અસલી એજન્ડા શું છે.

ADVERTISEMENT

દુનિયાની ત્રણ સૌથી શક્તિશાળી મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓ એક જ મંચ પર ભેગા થાય ત્યારે આખી દુનિયાની નજર તેમના પર ટકવી સ્વાભાવિક છે. શેનઝેનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી બેઠક પણ કંઈક આવી જ છે. બહારથી આ મુલાકાતમાં શાંતિ, સહયોગ અને વૈશ્વિક સુરક્ષાની વાતો થઈ પરંતુ અંદરખાને ત્રણેય દેશોના પોતાના મોટા હિતો જોડાયેલા છે.

શેનઝેનમાં અમેરિકા, ચીન અને રશિયાના ત્રણ મોટા નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન એક જ ટેબલ પર બેઠા હતા. 90 મિનિટની મીટિંગ પછી જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ નીકળ્યું પણ દરેકની નજર પોતાના રાષ્ટ્રીય હિત પર જ ટકેલી હતી.

જેમાં ટ્રમ્પ ચીન પાસેથી ચાર મોટી વાતો માંગે છે. પહેલી તેમના કાર્યકાળના અંતમાં ચીન સાથે સંબંધો સુધાર્યા હોવાનો દાવો કરી શકાય તેવું વાતાવરણ. બીજી ઈરાનના યુદ્ધમાં ચીન પોતાનો પ્રભાવ વાપરીને મદદ કરે. ત્રીજી, વેપારનું ઘાટું ઘટાડે, અમેરિકન ખેડૂતોનું વધુ અનાજ ખરીદે અને બોઈંગ વિમાનોની ખરીદી આગળ વધારે. ચોથી, પરમાણુ હથિયારોના નિયંત્રણની વાતચીતમાં ચીન પણ રશિયા સાથે સામેલ થાય, કેમ કે 2030 સુધીમાં ચીનના પરમાણુ હથિયારો હજારને પાર જવાની આશંકા છે.

રશિયા પાસેથી ટ્રમ્પ બે વસ્તુઓ ઈચ્છે છે જેમાં પરમાણુ હથિયારોમાં કાપ મૂકતા જૂના કરારોને ફરીથી જીવંત કરવા અને યુક્રેન યુદ્ધને જલ્દી પૂરું કરાવવા. ચૂંટણીમાં આપેલું વચન હજુ અધૂરું છે.

ચીનની માંગો અલગ છે. અમેરિકા સેમિકન્ડક્ટર ચિપ્સ અને AI ટેકનોલોજી પરના પ્રતિબંધો હળવા કરે, ટેરિફ વધારવાની ધમકીઓ બંધ કરે અને ચાઇનીઝ માલ પર ઓછો ટેક્સ લગાડે. રશિયા પાસેથી તેઓ સસ્તું ક્રૂડ ઓઈલ મેળવતા રહે અને પશ્ચિમી દબાણ વચ્ચે પણ ચીનની સાથે મજબૂત ઊભા રહે એવી અપેક્ષા રાખે છે.

પુતિનની યાદી પણ સ્પષ્ટ છે. જેમાં યુક્રેનના જે વિસ્તારો રશિયાના કબજામાં છે તેની માન્યતા મળે, હજારો આર્થિક અને રાજકીય પ્રતિબંધો હટે અને અમેરિકા યુરોપને પણ પ્રતિબંધ હટાવવા કહે. ચીન પાસેથી આર્થિક, ટેકનિકલ અને કૂટનીતિક સહારો જોઈએ છે, જેથી વિશ્વ અમેરિકા કેન્દ્રિત ન રહે અને બહુધ્રુવીય બને.

આ મીટિંગ પછીના સંયુક્ત નિવેદનમાં ચાર મુદ્દાઓ પર સંમતિ જણાવાઈ હતી. જેમાં યુનાઇટેડ નેશનમાં સુધારા, ક્રૂડ ઓઈલની આપ-લે વધારવી, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ

પોતાની મર્યાદામાં રહે ખાસ કરીને પુતિન વિરુદ્ધના વોરંટને લઈને અને પરમાણુ યુદ્ધ ક્યારેય ન લડાય તેવી વાતચીત ચાલુ રાખવી.

શી જિનપિંગે પરમાણુ હથિયારોને માનવજાતના માથા પર લટકતી તલવાર કહીને અમેરિકાને પણ પોતાના હથિયારો પર વાત કરવાનું કહ્યું. જેમાં રસપ્રદ વાત એ છે કે એક તરફ પરમાણુ જોખમ ઘટાડવાની વાત ચાલતી હતી, બીજી તરફ પુતિનનું ન્યુક્લિયર બ્રીફકેસ પણ હાજર હતું.

વધુ વાંચો : બાંગ્લાદેશમાં ફરી ભભૂકી હિંસાની આગ: શેખ હસીનાની વાપસીની જાહેરાત વચ્ચે પોલીસ મથકો સળગાવ્યા, 565 લોકોની ધરપકડ

આ મીટિંગમાં શાંતિ અને સહકારની ભાષા તો સંભળાઈ પણ કોઈ પણ દેશ પોતાના મૂળ હિતોથી પાછો હટે એવું દેખાયું નથી. જેમાં ત્રણેય મહાશક્તિઓ એકસાથે બેઠી તો ખરી પણ દરેકની ગણતરી અલગ અલગ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vladimir Putin Donald Trump Xi Jinping

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ