ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મૃત્યુ, જહાજ પર 19 ભારતીયો હતા સવાર

વિશ્વ / હોર્મુઝ નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મૃત્યુ, જહાજ પર 19 ભારતીયો હતા સવાર

Published By: Nirav Kumar

Last Updated: 12:07 AM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમાનના કિનારા નજીક ભારત તરફ આવી રહેલા MV Cape Dao જહાજ પર હુમલામાં એક ભારતીય નાવિક સૂરજ યાદવનું મોત થયું છે. આ જહાજ પર 19-20 ભારતીયો સવાર હતા અને દૂતાવાસ તેમની સુરક્ષા તથા પરિવારને મદદ માટે કામ કરી રહ્યું છે.

ADVERTISEMENT

ઓમાનના કિનારા નજીક સમુદ્રમાં એક દુઃખદ ઘટના બની છે. ભારત તરફ આવી રહેલા માલવાહક જહાજ MV Cape Dao પર હુમલો થયો અને તેમાં એક ભારતીય નાવિકનું મોત થયું છે. આ જહાજ પર 19 ભારતીય નાગરિકો સવાર હતા.

મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જેમાં દૂતાવાસે જણાવ્યું કે તેઓ સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત એજન્સી સાથે મળીને જહાજ પરના તમામ ક્રૂ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મૃતકના પરિવારને મદદ પહોંચાડવા કામ કરી રહ્યા છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પર પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ સતત સંપર્કમાં છે.

ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા (FSUI)એ મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી સૂરજ યાદવ તરીકે કરી છે. યુનિયન અનુસાર તેઓ જહાજ પર વાઇપર તરીકે કામ કરતા હતા. યુનિયને કહ્યું કે ભારત તરફ જઈ રહેલા આ જહાજ પર હુમલો થયો અને તેમાં એક ભારતીય નાવિકનું જીવન ગુમાવવું પડ્યું છે.

FSUIના જણાવ્યા અનુસાર જહાજ પર કુલ 28 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 20 ભારતીય હતા. જ્યારે દૂતાવાસે 19 ભારતીયોની વાત કરી છે. યુનિયને દાવો કર્યો છે કે જહાજ પર બે ટોર્પિડો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક ટોર્પિડો પોર્ટ સાઇડના સી-ડેકના રહેણાંક વિસ્તારમાં લાગ્યું અને બીજું ઇન્જિન રૂમની બાજુથી અથડાયું હતું.

આ વિસ્તાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીક આવેલો છે જ્યાં એક બાજુ ઈરાન અને બીજી બાજુ ઓમાન છે. યુનિયને હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના સમુદ્રી માર્ગો પર કામ કરતા નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમને સુરક્ષિત સમુદ્રી રસ્તા, જવાબદારી અને મૃતક ભારતીય નાવિક માટે ન્યાયની માંગ કરી છે.

વધુ વાંચો : કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન વિમાન દુર્ઘટના, તમિલનાડુ-પુડુચેરીના 2 ભારતીય વિદ્યાર્થીઓનું મો*ત

ભારતીય દૂતાવાસે હુમલા માટે જવાબદાર પક્ષ કે કારણ અંગે કોઈ દાવો કર્યો નથી. તેમનું ધ્યાન હાલમાં જહાજ પરના તમામ ક્રૂ સભ્યોની સુરક્ષા અને મૃતકના પરિવારને મદદ પહોંચાડવા પર ફોકસ્ડ છે. આ પહેલાં નવી દિલ્હીમાં થયેલા બ્રિક્સ સમ્મેલન દરમિયાન પણ પ્રધાનમંત્રીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તમામ દેશો સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MV Cape Dao Indian sailor cargo ship

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ