ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ, પ્રેસ પર પ્રતિબંધોનો આરોપ

વિશ્વ / ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ, પ્રેસ પર પ્રતિબંધોનો આરોપ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:13 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US News: અમેરિકાના ત્રણ મીડિયા સંસ્થાનોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનના ઘણા ટોચના અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ADVERTISEMENT

US News: અમેરિકાના ત્રણ મીડિયા સંસ્થાનોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનના ઘણા ટોચના અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સંસ્થાનો આરોપ છે કે અધિકારીઓએ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાથી રોકીને દ્રષ્ટિકોણના આધારે પત્રકારો સાથે ભેદભાવ કર્યો છે, જે અમેરિકી બંધારણના પ્રથમ સુધારાનું સીધું ઉલ્લંઘન છે.

ત્રણેય મીડિયા સંસ્થાનોએ સોમવારે (21 સપ્ટેમ્બર, 2026), વોશિંગ્ટન ડીસીમાં ફેડરલ કોર્ટના ન્યાયાધીશને તાત્કાલિક વ્હાઇટ હાઉસમાં પ્રતિબંધને રોકવા અને અસરગ્રસ્ત પત્રકારોના પ્રેસ ઓળખપત્રો અને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે. હકીકતમાં ત્રણ સંગઠનોના પત્રકારોએ શનિવારે (19 સપ્ટેમ્બર 2026) વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રેસ બેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

મીડિયા સંગઠનોએ મુકદ્દમામાં શું કહ્યું?

મુકદ્દમામાં જણાવાયું છે કે, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CNN, MS NOW અને POLITICO અને આ સમાચાર સંસ્થાનો માટે સમાચાર કવર કરતા વ્યક્તિગત પત્રકારો પર પ્રતિબંધ મૂક્યો છે, જે પ્રથમ સુધારા અને ડ્યુ પ્રોસેસ ક્લોઝની સૌથી મૂળભૂત ગેરંટીઓનું ઉલ્લંઘન છે."

તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રતિબંધોનો હેતુ આ સંસ્થાઓની ભૂતકાળમાં સમાચાર માટે તેમને સજા કરવાનો હતો. કેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ અહેવાલોને નેગેટિવ માન્યા અને તેમની અને તેમના વહીવટીતંત્રની નીતિઓ અને કાર્યો પર ભવિષ્યમાં અહેવાલોને પ્રભાવિત કરવાનો હતો. વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે પ્રતિબંધો પ્રથમ સુધારા પર સીધો હુમલો છે અને યુએસ બંધારણના મૂળભૂત સિદ્ધાંતનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વર્લ્ડ / 100% ટેરિફવાળા કાયદાને ટ્રમ્પે આપી મંજૂરી, વધી ભારતની મુશ્કેલી

ટ્રમ્પ વહીવટીતંત્ર અને મીડિયા વચ્ચે વધેલો સંઘર્ષ

એમએસ નાઉ, સીએનએન અને પોલિટિકો દ્વારા દાખલ કરાયેલ આ કેસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શુક્રવારે (18 સપ્ટેમ્બર, 2026) વ્હાઇટ હાઉસમાંથી ત્રણ સમાચાર સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કર્યા પછી લેવામાં આવેલી પ્રથમ ઔપચારિક કાનૂની કાર્યવાહી છે. ટ્રમ્પે એવા અહેવાલોનો ઉલ્લેખ કર્યો હતો જેને તેમણે ખોટા માન્યા હતા. આ વિવાદ અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને સમાચાર માધ્યમો વચ્ચે ચાલી રહેલા વ્યાપક સંઘર્ષને વધુ તીવ્ર બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US News Donald Trump Media

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ