ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાંની શક્યતા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

Gujarat Weather Forecast / દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાંની શક્યતા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ

Last Updated: 08:05 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે હવામાનને લઈને ફરી એકવાર મહત્વની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસમાં ભારે વરસાદની ચેતવણી નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

1/6

photoStories-logo

1. ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું

ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં હવામાન કેવો વળાંક લેશે તેને લઈને લોકોની નજર હવામાન વિભાગની આગાહી પર છે. આ દરમિયાન હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 સુધીની આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે. રાહતની વાત એ છે કે રાજ્યમાં ભારે વરસાદ કે મેઘગર્જનાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આગાહી મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત

હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જોકે, રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ નહીં પડે. અલગ-અલગ દિવસ પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ

હવામાન વિભાગની માહિતી મુજબ 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 8:30 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 26 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જોકે, ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સમયગાળા દરમિયાન હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વ્યાપ ઘટશે

28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યમાં વરસાદનો વ્યાપ ઘટવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના માત્ર સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. તેમાં દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો પણ સમાવેશ થાય છે. એટલે કે 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના ગુજરાતમાં વરસાદી માહોલ નહીં રહે તેવી આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 1થી 3 ઓક્ટોબર દરમિયાન ફરી વરસાદી ગતિવિધિ

ઓક્ટોબરની શરૂઆત સાથે કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026ના રોજ સવારે 8:30 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે 1 ઓક્ટોબરથી 2 ઓક્ટોબરની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ દરમિયાન જામનગર, મોરબી અને દ્વારકામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વિદાય વચ્ચે આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. તેમ છતાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અલગ-અલગ દિવસોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને 1 અને 2 ઓક્ટોબરે જામનગર, મોરબી અને દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના હોવાથી સ્થાનિક લોકોએ હવામાનની સ્થિતિ પર નજર રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Rain Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ