ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પેરાસિટામોલની જગ્યાએ અન્ય દવા આપતા 5 બાળકોને હોસ્પિટલ ખસેડાયા, આરોગ્યમંત્રી એક્શનમાં

ગુજરાત / પેરાસિટામોલની જગ્યાએ અન્ય દવા આપતા 5 બાળકોને હોસ્પિટલ ખસેડાયા, આરોગ્યમંત્રી એક્શનમાં

Published By: Nidhi Panchal

Last Updated: 11:28 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પલસાણામાં બાળકોના રસીકરણ દરમિયાન એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે જાણીને પણ ચોંકી જવાય. રસીકરણ બાદ પેરાસિટામોલ આપવાની જગ્યાએ પાંચ બાળકોને ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબ્લેટ અપાઈ હતી.

ADVERTISEMENT

સુરતના પલસાણામાં રસીકરણ કાર્યક્રમ દરમિયાન થયેલી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બાળકોને રસી આપ્યા બાદ સામાન્ય રીતે પેરાસિટામોલ કિડ ટેબ્લેટ આપવાની હતી, પરંતુ તેની જગ્યાએ ખોટી દવા અપાઈ ગઈ. આ ભૂલથી પાંચ બાળકોને પેરાસિટામોલના બદલે ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબ્લેટ આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ બાળકોમાં દવાની આડઅસરના લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

palsana

મળતી માહિતી મુજબ, 24 સપ્ટેમ્બર 2026ના રોજ પલસાણા તાલુકામાં મમતા દિવસ અંતર્ગત રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને નિયમિત રસી આપવામાં આવી રહી હતી. રસીકરણ બાદ બાળકોને પેરાસિટામોલ કિડ ટેબ્લેટ આપવાની પ્રક્રિયા હતી. જોકે, આ દરમિયાન ગંભીર ભૂલ થઈ અને પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબ્લેટ પાંચ બાળકોને આપી દેવામાં આવી.

લક્ષણો જોવા મળતાં મામલો ગંભીર બન્યો

ખોટી દવા લીધા બાદ બાળકોમાં આડઅસરના લક્ષણો જોવા મળતાં મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ પાંચેય બાળકોને તાત્કાલિક સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સક્રિય થયા હતા અને બાળકોની સારવાર તથા તેમની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી હતી. ઉપલબ્ધ અહેવાલ મુજબ પાંચેય બાળકોની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સબ સેન્ટર પલસાણા-01 ખાતે બની હોવાનું સામે આવ્યું

આ સમગ્ર ઘટના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ હેઠળના સબ સેન્ટર પલસાણા-01 ખાતે બની હોવાનું સામે આવ્યું છે. 24 સપ્ટેમ્બરે યોજાયેલા મમતા દિવસના રસીકરણ કાર્યક્રમ દરમિયાન કુલ સાત બાળકોને નિયમિત રસી આપવામાં આવી હતી. આમાંથી પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની દવા આપવામાં આવી હતી.

સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી

ઘટનાની ગંભીર નોંધ રાજ્યના આરોગ્ય વિભાગે લીધી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ દવા આપવામાં થયેલી ભૂલ માટે જવાબદાર મહિલા હેલ્થ વર્કર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ આ મામલે જવાબદાર લોકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આરોગ્યમંત્રીએ આપી છે.

palsana-2

ઘટના બાદ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ સમગ્ર મામલાની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ અને પીઆઇસીયુની મુલાકાત લઈને બાળકોને આપવામાં આવતી સારવારની માહિતી લેવામાં આવી હતી. સારવાર કરી રહેલા તબીબો અને યુનિટ હેડ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાળકોની તબિયત પર સતત નજર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

બાળકોની સારવાર દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો અને સંબંધિત આરોગ્ય ટીમો હોસ્પિટલોમાં હાજર રહી સારવારની દેખરેખ રાખી રહી હતી. બાળકોના પરિવારજનોને પણ જરૂરી સહાય અને સાંત્વના આપવામાં આવી રહી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

પાનસેરિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો

આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આવી ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : પોલીસ યુનિફોર્મમાં મહિલાનો ડાન્સ વિવાદ મામલે ખુદ પૂર્વ કાઉન્સિલરે કર્યો મોટો ખુલાસો

આમ, પલસાણામાં રસીકરણ દરમિયાન થયેલી આ ભૂલને આરોગ્ય તંત્રએ ગંભીરતાથી લીધી છે. એક તરફ પાંચ બાળકોને ખોટી દવા અપાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી, તો બીજી તરફ તપાસ બાદ જવાબદાર મહિલા હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ પાંચેય બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને આરોગ્ય વિભાગ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wrong Medicine Glimepiride Tablet Palsana Vaccination Case

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ