ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડામાં મહિપતસિંહ ચૌહાણના પુત્ર પર જીવલેણ હુમલો, 9 શખસોએ લોખંડની પાઈપ મારી માથું ફોડી નાખ્યું
Last Updated: 10:16 PM, 27 September 2026
ADVERTISEMENT
ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામમાં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ ખૂની હુમલાનો બનાવ સામે આવ્યો છે. 9 શખસોએ લોખંડની પાઈપના ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ ક્રિષ્નપાલસિંહ ચૌહાણના કાકાને પણ માર માર્યો હતો. માતર પોલીસે 9 શખ્સો સામે ફરીયાદ દાખલ કરી છે.
ADVERTISEMENT
સામાજિક કાર્યકરના પુત્ર પર કેમ કર્યો હુમલો?
ક્રિષ્નપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા દ્વારા સંચાલિત મહિપતસિંહ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ ટેકો આશ્રમ તથા શિક્ષણ સંકુલની સમાજસેવાકીય પ્રવૃત્તિઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો. આ બાબત ગામના કેટલાક શખસોને પસંદ ન હોવાથી તેઓ અવારનવાર રિલ્સ અપલોડ કરવા મુદ્દે બોલાચાલી અને ઝઘડો કરતા હતા.
ADVERTISEMENT
'સમાજસેવાની રિલ્સ કેમ અપલોડ કરે છે' કહીને કર્યો હુમલો
ADVERTISEMENT
રવિવારે રાત્રે યુવક જમીને ગામના ગેટ પાસે ઊભો હતો ત્યારે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ સહિતના નવ શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે સમાજસેવાની રિલ્સ કેમ અપલોડ કરે છે તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. યુવકે ગાળો બોલવાની ના પાડતાં મહાવીરસિંહે લોખંડની પાઇપથી તેના માથામાં જમણી બાજુ ફટકો માર્યો હતો, જેથી માથામાં ગંભીર ઇજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ ભેગા મળી યુવકને માર માર્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT