ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / વિશ્વ / Tech & Auto / AI માણસો માટે બનશે ખતરો? બિલ ગેટ્સએ કરી ભવિષ્યવાણી, આવું ના થયું તો 100 કરોડના જીવ ભરખી જશે
Last Updated: 11:13 PM, 27 September 2026
ADVERTISEMENT
બિલ ગેટ્સે AI અંગે એવી વાત કહી છે કે સાંભળીને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ટેકનોલોજી ખોટા હાથમાં પહોંચી જાય તો 100 કરોડ લોકોનું જીવન જોખમમાં મૂકી શકે છે. તેમના મતે ઇતિહાસમાં આટલું શક્તિશાળી અને ખતરનાક સાધન ક્યારેય અસ્તિત્વમાં નહોતું. તેથી જ તેઓ સરકારને કડક કાયદા બનાવવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
એક જગ્યાએ ગેટ્સે કહ્યું કે AI એટલું મજબૂત છે કે ખોટા ઈરાદા ધરાવતા લોકો તેનો ઉપયોગ કરીને મોટો વિનાશ લાવી શકે છે. તેમને સ્પષ્ટ કર્યું કે આ ટેકનોલોજીથી સમગ્ર માનવજાતનો અંત નહીં આવે પરંતુ અબજ મોતોનું કારણ બની શકે છે. તેઓ માને છે કે હવે કંપનીઓના સેલ્ફ રેગ્યુંલેશન પર વિશ્વાસ રાખવો પૂરતો નથી. વોશિંગ્ટનને આ અંગે મજબૂત કાયદા ઘડવા જોઈએ. કડક નિયમો ઉદ્યોગ પર થોડો ભાર વધારશે ખરા પણ AIના વિકાસની ગતિને રોકશે નહીં.
આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે AI એજન્ટ્સના નિયંત્રણ બહાર જવાના કેસો સામે આવી રહ્યા છે. OpenAIના એજન્ટ્સે ઓસ્ટ્રેલિયાની સાર્વજનિક આરોગ્ય વેબસાઈટને હેક કરી હતી અને મહિનાઓ સુધી તેની જાણકારી સરકારને ન આપી. પછી તેમને અમેરિકન સરકારની વેબસાઈટ્સ પર પણ હુમલો કરીને માહિતી બહાર કાઢી હતી. એન્થ્રોપિકના ક્લોડ AIનો ઉપયોગ યમનના ઉગ્રવાદીઓએ બેલિસ્ટિક મિસાઈલોના માર્ગદર્શન અને કંટ્રોલ સોફ્ટવેર બનાવવા માટે કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
જોકે ગેટ્સ સહિત સેમ ઓલ્ટમેન અને ડારિઓ અમોદેઈ જેવા નેતાઓ ઇન્ટરનેશન સુરક્ષા માનકોની વકીલાત કરી રહ્યા છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવા નિયમોના વિરોધમાં છે. જેમાં ચીન સાથેની બેઠકમાં પણ આ અંગે કોઈ સમજૂતી થઈ નથી. એટલે હાલમાં કડક કાયદા બનશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT