બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 15 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી હતી, 12 વર્ષ બાદ 27 વર્ષની પરિણીત મહિલા તરીકે મળી

ગુજરાત / 15 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી હતી, 12 વર્ષ બાદ 27 વર્ષની પરિણીત મહિલા તરીકે મળી

Published By: Nidhi Panchal

Last Updated: 03:10 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીની 12 વર્ષથી ગુમ થયેલી યુવતીનો પત્તો ફેસબુક પરની એક બર્થડે વિશના આધારે લાગ્યો છે. પોલીસે સોશિયલ મીડિયા અને અન્ય દસ્તાવેજોની મદદથી યુવતીને શોધી કાઢી અને તેના પતિની પોક્સો સહિતની કલમો હેઠળ ધરપકડ કરી છે.

ફેસબુક પરની એક બર્થડે વિશ અમરેલી પોલીસે ૧૨ વર્ષથી ગુમ યુવતીને શોધી કાઢવામાં મહત્ત્વની કડી બની છે. અમરેલીના ચિતલ ગામની યુવતી ૧૫ વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગઈ હતી. ૧૨ વર્ષ બાદ તે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભાલગામડામાંથી મળી, જ્યાં તે ૨૭ વર્ષની પરિણીત મહિલા અને ચાર સંતાનોની માતા બની ચૂકી હતી.

Crime

અમરેલી એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ વી.પી. ગોલ અને ટીમે ફરી તપાસ શરૂ કરી હતી. જુલાઈમાં એક મહિલા પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર યુવતીને જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ જોઈ હતી. તેની જન્મતારીખ ગુમ થયેલી કિશોરીની તારીખ સાથે મળતી હતી. પોલીસે નામ, મોબાઇલ નંબર, વાહન, બેન્ક અને રહેણાક રેકોર્ડની ક્રોસ-ચકાસણી કરી. ઓટો રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરથી પણ મહત્ત્વની કડી મળી હતી.

સગીર વયનો જૂનો ફોટો આપ્યો

યુવતીના પતિએ બેન્ક ખાતું ખોલાવતી વખતે તેનો સગીર વયનો જૂનો ફોટો આપ્યો હતો. આ ફોટાની અન્ય રેકોર્ડ સાથે સરખામણી કરતાં ઓળખની પુષ્ટિ થઈ. પોલીસ ટીમ વસ્તી ગણતરીના અધિકારીઓ બની તેના ઘરે પહોંચ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે યુવતીના લગ્ન સગીર વયે થયાં હતાં અને ૧૮ વર્ષની થાય તે પહેલાં તેણે બે સંતાનોને જન્મ આપ્યો હતો. ૩૩ વર્ષના ઓટો ડ્રાઇવર પતિની સગીર સાથે લગ્ન કરવાના આરોપસર ધરપકડ કરી જેલમાં મોકલાયો છે. પોલીસે આઈપીસી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો) હેઠળ બળાત્કાર સંબંધિત જોગવાઈઓ પણ લગાવી છે.

આ પણ વાંચો : ''અમે કેમ જીવીએ છીએ, અમારું મન જાણે''રાજકોટમાં પુત્રવધુ-પૌત્રીઓ દ્વારા કરાતી હેરાનગતિની વૃદ્ધાએ રડતા-રડતા જણાવી આપવીતિ

પરિવારના ઠપકા બાદ યુવતી ઘરેથી નીકળી હતી. રાજકોટ બસ સ્ટેશન પર તે ભૂખી અને રડતી હાલતમાં એક મોરબી દંપતીને મળી હતી. દંપતી તેને ઘરે લઈ ગયું હતું. બાદમાં પાડોશીના ભત્રીજા સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે યુવતીએ શરૂઆતમાં ઘરે પરત ફરવા જણાવ્યું હતું, પરંતુ બે સંતાનોની માતા બન્યા બાદ અપરાધભાવને કારણે નિર્ણય બદલી નાખ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Missing Girl Gujarat Police Facebook Birthday Wish

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ