બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'મેડમ બોલાવે એટલે તરત આવી જવાનું' સુરત સિવિલ રેગિંગ ગેંગની લીડર નીકળી ડો.દીક્ષિતા ઘેવરિયા
Last Updated: 12:24 PM, 11 August 2026
એક માથાફરેલ મહિલાને કારણે એક આશાસ્પદ યુવાનને અકાળે મરવાનો આવ્યો હતો. આ મહિલાએ કામને બદલે એટલો બિનજરુરી ત્રાસ લેવડાવ્યો કે મોડાસાના યુવાનને મોતનો રસ્તો લેવો પડ્યો. સુરતની સિવિલમાં હોસ્પિટલમાં સિનિયર્સના ત્રાસથી આપઘાત કરનાર મોડાસાના વિદ્યાર્થી હર્ષ પંડ્યાના કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સિનિયર ડૉ.દીક્ષિતા ઘેવરિયાનું નામ ખૂલ્યું છે. ડૉ.દીક્ષિતા અન્ય સિનિયર સાથે મળીને હર્ષ પંડ્યા પર ત્રાસ ગુજારતી હતી.
ADVERTISEMENT
પ્રથમ વર્ષના 10 રેસિડેન્ટ ડૉક્ટરને આપતી હતી માનસિક ત્રાસ
ડોકટર દીક્ષિતા તેના સાથીઓ મળીને પ્રથમ વર્ષના 10 રેસિડેન્ટ ડૉક્ટરને માનસિક ત્રાસ આપતી હતી . તેમને "મેડમ બોલાવે એટલે ગમે તે કામ છોડીને તરત આવવું" એવો ઓર્ડર પણ આપી રાખ્યો હતો. તે ઉપરાંત "અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો" કહીને પણ કામ કરાવતા હતા. કલાકો સુધી જૂનિયર ડૉક્ટરને ઊભા રાખીને પણ માનસિક ત્રાસ અપાતો હતો
ADVERTISEMENT
આપઘાતના બે દિવસ પહેલા ફરીયાદ
જ્યાં મૃતક હર્ષ પંડ્યાનું રેગિંગ થયું ત્યાં પહોંચી VTVN EWSની ટીમ પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે હર્ષ પંડ્યાએ આપઘાતના બે દિવસ પહેલા વિભાગના વડા ડૉ.સુમૈયાને ફરીયાદ કરી હતી તેમ છતાં પણ કોઈ પગલાં લેવાયા નહોતા.
ADVERTISEMENT
4 સિનિયર ડોક્ટર્સની સંડાવણી ખુલી
સુરતની નવી સિવિલ હોસ્પિટલની રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતમાં ચાર સિનિયર ડોક્ટર્સના નામ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક તબીબને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. માનસિક ત્રાસને કારણે હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદ, સપ્ટેમ્બરમાં પણ વરસશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
કોણ હતા હર્ષ પંડ્યા?
ADVERTISEMENT
મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડૉ. હર્ષ પંડ્યા સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા અને સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 9 ઓગસ્ટના રોજ સવારે હર્ષ પંડ્યાએ પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 4 સિનિયર ડોક્ટર તેમને સતત માનસિક ત્રાસ આપતાં હતા તેને કારણે તેમને આપઘાત કરવાની ફરજ પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.