બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગૌતમ અદાણીએ US ફોજદારી કેસ રદ થવાનું સ્વાગત કર્યું, કહ્યું કાયદાના શાસનમાં વિશ્વાસ 'અટલ'

બિઝનેસ / ગૌતમ અદાણીએ US ફોજદારી કેસ રદ થવાનું સ્વાગત કર્યું, કહ્યું કાયદાના શાસનમાં વિશ્વાસ 'અટલ'

Published By: Jinal Chauhan

Last Updated: 09:29 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસને હવે કોર્ટે સત્તાવાર રીતે રદ કરી દીધો છે. અમેરિકન ન્યાય વિભાગે આ કેસને આગળ ન વધારવાનો નિર્ણય કર્યા બાદ બ્રુકલિનની કોર્ટે આરોપો ફગાવી દીધા છે.

ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસને લઈને મોટો નિર્ણય આવ્યો છે. બ્રુકલિનની અમેરિકન કોર્ટે અદાણી સામેના ફોજદારી આરોપો રદ કરી દીધા છે. અમેરિકન ન્યાય વિભાગે કેસ આગળ ન વધારવાનો નિર્ણય કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.આ કેસમાં અદાણી પર સોલર એનર્જી પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાનો આરોપ હતો. આ ઉપરાંત અમેરિકન રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ અંગે ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપે શરૂઆતથી જ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

બિલિયોનેર ગૌતમ અદાણીએ અમેરિકન કોર્ટે તેમની સામેના ક્રિમિનલ કેસને ફગાવી દેવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. અદાણીએ જણાવ્યું કે સમગ્ર કાનૂની લડત દરમિયાન સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસન પ્રત્યેનો તેમનો વિશ્વાસ અડગ રહ્યો હતો. તેમણે ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરી, મુશ્કેલ સમયમાં અદાણી ગ્રુપ, ન્યાય વ્યવસ્થા અને ભારતની ન્યાય ક્ષમતામાં વિશ્વાસ જાળવનારા તમામ લોકોનો આભાર માન્યો.

અમેરિકન જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગારોફિસે અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા છેતરપિંડી અને લાંચના કેસની કાર્યવાહી પડતી મૂકવાના નિર્ણય બાદ અદાણી સામેના ક્રિમિનલ આરોપો ફગાવી દીધા હતા. આ નિર્ણય બાદ અદાણીએ કહ્યું કે તેઓ ભારત માટે નિર્માણ, લાંબા ગાળાનું મૂલ્ય સર્જન અને દેશહિતમાં કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા યથાવત રાખશે. “આ જ અમારી પ્રતિબદ્ધતા છે. જય હિંદ,”

અમેરિકન કોર્ટે કેસ કર્યો રદ

બ્રુકલિન સ્થિત અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારાફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સની અરજી બાદ ગૌતમ અદાણી સામેના ફોજદારી આરોપો રદ કર્યા છે. જોકે કેસ બંધ કરતા પહેલા જજે ન્યાય વિભાગ પાસેથી કેસ પાછો ખેંચવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અદાણી તરફથી પણ એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કેસ રદ કરવાના બદલામાં કોઈ પ્રકારનો કરાર થયો નથી.

Gautam Adani Resignation

અદાણી પર શું હતા આરોપ?

વર્ષ 2024માં અમેરિકન સત્તાવાળાઓએ ગૌતમ અદાણી અને અન્ય લોકો સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. આરોપ હતો કે સોલર એનર્જી પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી. સાથે જ અમેરિકન રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ અંગે ખોટી માહિતી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! જાણો આજે શું છે 22K-24K ગોલ્ડનો ભાવ ?

અમેરિકન ન્યાય વિભાગે કેસ કેમ આગળ ન વધાર્યો?

અમેરિકન ન્યાય વિભાગે 18 મેના રોજ આ કેસને આગળ ન વધારવાનો નિર્ણય જાહેર કર્યો હતો. વિભાગના અધિકારી ટ્રેન્ટ મેકકોટરે કોર્ટમાં દાખલ કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ કેસ મુખ્યત્વે વિદેશમાં થયેલી ઘટનાઓ સાથે સંબંધિત હતો. તેને સાબિત કરવો મુશ્કેલ હતો અને તે વિભાગની વર્તમાન પ્રાથમિકતાઓ સાથે પણ સુસંગત નહોતો.

કેસ રદ કરવા બદલ કોઈ સોદો થયો હતો?

કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાય વિભાગ અને અદાણીના વકીલોએ સ્પષ્ટ કર્યું કે કેસ રદ કરવાના બદલામાં કોઈ પ્રકારનો સોદો કે સમજૂતી થઈ નથી. 15 જુલાઈએ દાખલ કરેલા શપથપત્રમાં ગૌતમ અદાણીએ અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ રોકાણ અને કેસ રદ કરવા વચ્ચે કોઈ સમજૂતી અંગે તેમને જાણકારી નથી.

ટ્રંપના કાર્યકાળનો પણ થયો ઉલ્લેખ

અમેરિકન ન્યાય વિભાગે 18 મેના રોજ જાહેરાત કરી હતી કે તે આ કેસને આગળ નહીં વધારે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના બીજા કાર્યકાળ દરમિયાન હાઈ-પ્રોફાઇલ કેસને પડતા મૂકવાનો આ એક વધુ દાખલો માનવામાં આવી રહ્યો છે. ન્યાય વિભાગના અધિકારી ટ્રેન્ટ મેકકોટરે કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ કેસ મુખ્યત્વે વિદેશમાં થયેલી ઘટનાઓ સાથે જોડાયેલો હતો. તેને સાબિત કરવો મુશ્કેલ હતો અને તે વિભાગની વર્તમાન પ્રાથમિકતાઓ સાથે પણ સુસંગત નહોતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Court Adani Group Gautam Adani Case

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ