ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:43 PM, 10 August 2026
1/6
આઈપીએલ 2027 પહેલાં ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ઘણા મોટા ટ્રેડની સંભાવના છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે IPLના ઇતિહાસનો સૌથી મોટો ટ્રેડ પહેલેથી જ થઈ ચૂક્યો છે. ઋષભ પંત ફરી એકવાર પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યો છે. 2016થી 2024 સુધી તેને દિલ્હી કેપિટલ્સ માટે 111 મેચ રમીને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. હવે ફરી એકવાર પંત પાસેથી ટીમને જોરદાર પ્રદર્શનની અપેક્ષા છે. તે જ સમયે દિલ્હીના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સની જર્સીમાં જોવા મળશે.
2/6
ADVERTISEMENT
3/6
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બંને ટીમો હાર્દિક પંડ્યાને પોતાની સાથે જોડવામાં રસ દાખવી રહી છે. જોકે સત્ય એ છે કે આવી હ્યુમર્ડ માટે ફેન્સને હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે કેમ કે મુંબઈ ઇન્ડિયન્સે આ ટ્રેડ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.
4/6
હાર્દિક પંડ્યાને લઈને મુંબઈ ઇન્ડિયન્સની વાતચીત હજુ ખૂબ જ પ્રારંભિક સ્તરે છે. KKRએ હાર્દિકમાં રસ દાખવ્યો છે પણ તેઓ પોતાના કોઈ મોટા સ્ટાર ખેલાડીને છોડવાના મૂડમાં નથી દેખાતા. જેમાં કેમેરોન ગ્રીનના નામે પણ ચર્ચા થઈ હતી પણ ઓસ્ટ્રેલિયાના શેડ્યૂલ અને પ્લેયર્સની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને મુંબઈ આ ડીલમાં વધુ રસ દાખવતું નથી.
ADVERTISEMENT
5/6
6/6
2024માં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળ્યા બાદથી હાર્દિકની સફર ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ટીમ 2024માં સૌથી નીચે 10મા સ્થાને રહી, જ્યારે 2026માં નવમાં સ્થાને સમેટાઈ ગઈ. ટીમના આ ખરાબ પ્રદર્શનનું મોટું કારણ કેપ્ટન હાર્દિક પંડ્યાનું ફોર્મ પણ રહ્યું. બોલ અને બેટ બંનેથી તેઓ કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નહતો. હાલ હાર્દિક બેંગલુરુ સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં પોતાની ફિટનેસ પર પરસેવો વહેવડાવી રહ્યા છે અને ઝડપથી રિકવરી તરફ આગળ વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ