બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં બિલ્ડિંગ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર, ડ્રેનેજ-વરસાદી પાણી નેટવર્કનો અભાવ હશે તો મંજૂરી નહીં!
Last Updated: 09:01 AM, 11 August 2026
અમદાવાદમાં હાલમાં બિલ્ડિંગ પ્રોજેક્ટનું પૂર આવ્યું છે. બિલ્ડરો પણ નફો રળી લેવાની ઉતાવળમાં ઘણી વાર નિયમોનું પાલન કરતાં નથી અને ગમેતેમ કરીને બિલ્ડિંગ ઊભી કરી દેતા હોય છે પરંતુ હવે આ ઢીલાપણા સામે કડક નિયમ લાગુ પડાયો છે પરંતુ હવે વરસાદી પાણી નેટવર્કનો અભાવ હશે તો તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની મંજૂરી અટકી શકે છે. મનપાની નવી મંજૂરીમાં ડ્રેનેજ-વરસાદી પાણી નેટવર્કને ધ્યાને લેવાશે.
ADVERTISEMENT
બોપલ, ઘુમા અને શેલામાં વરસાદી પાણી કાઢતા 5 દિવસ લાગ્યાં
બોપલ, ઘુમા અને શૈલામાં એટલા વરસાદી પાણી ભરાયા હતા કે તેનો નિકાલ કરવામાં 5 દિવસ લાગ્યાં હતા. 23 અને 24 જુલાઈએ આ વિસ્તારોમાં 10થી 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને 300 જેટલા સ્થળોએ પાણી ભરાયું હતું. શેલાનું ઉદાહરણ ટાંકતા એક અધિકારીએ એવું કહ્યું કે શેલાને 2009માં ઓડામાં સમાયાવું હતું છતાં પણ 15 વર્ષથી અહીં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. બોપલ અને ઘુમાની અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. જે પાણી કાઢતાં 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
ઘુમા, શેલા, ગોધાવી અને મણિપુરમાં જળભરાવની સ્થિતિ
2024ની સાલમાં ઓડાએ ઘુમા, શેલા, ગોધાવી અને મણિપુર માટે 134 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર અને 240 કરોડના ખર્ચે ડ્રેઈનેજ પ્લાન જાહેર કર્યો છે.તેમ છતાં પણ હજુ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.
ADVERTISEMENT
મનપાનો શું પ્લાન
ADVERTISEMENT
મનપાના આગામી પ્લાન અનુસાર, જે બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોય તેને મંજૂરી અટકી શકે છે. જોકે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.