ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને મોટો ફટકો: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો સ્ટાર બેટ્સમેન

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાને મોટો ફટકો: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો સ્ટાર બેટ્સમેન

Published By: Pravin Joshi

Last Updated: 04:31 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ પહેલાં એક મોટા માઠા સમાચાર આવ્યા છે. સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન જમણા પગમાં ઈજાના કારણે આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

ADVERTISEMENT

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેના માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ચૂકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સામેની આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સાઈ સુદર્શન વગર જ શ્રીલંકા રવાના થઈ હતી, કારણ કે તેઓ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં રિહેબ હેઠળ હતા. અહેવાલો અનુસાર, સુદર્શન 8 ઓગસ્ટે શ્રીલંકા જવાના હતા. તેઓ બેટિંગ અને ફીલ્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ જમણા પગમાં સ્ટ્રેસની સમસ્યા સંપૂર્ણપણે ઠીક ન થવાને કારણે તેમને આ સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.

didha (27)

કોણ લેશે સાઈ સુદર્શનની જગ્યા?

બીસીસીઆઈ (BCCI) એ હજુ સુધી સાઈ સુદર્શનના સ્થાન પર કોઈ ખેલાડીના નામની જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટનું એલાન કરવામાં આવશે. સુદર્શનના સ્થાને ટીમમાં સામેલ થવા માટે બે મુખ્ય દાવેદારો આગળ ચાલી રહ્યા છે, જેમાં ઋતુરાજ ગાયકવાડ અને સરફરાઝ ખાનના નામનો સમાવેશ થાય છે. હવે પસંદગીકારો આ બંનેમાંથી કોને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, આકિબ નબી દાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈન.

આ પણ વાંચોઃ PM મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? IIT દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહથી સંબોધન

ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ

  • પ્રથમ ટેસ્ટ: 15 થી 19 ઓગસ્ટ (2026), ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ગાલે
  • બીજી ટેસ્ટ: 23 થી 27 ઓગસ્ટ (2026), સિંધલીઝ સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia INDvsSL SaiSudharsan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ