બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિ. મીડિયા પર મૂકાશે પ્રતિબંધ! સંસદમાં બિલ લાવવાની તૈયારી
Last Updated: 02:21 PM, 8 August 2026
બાળકોને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના જોખમોથી બચાવવા માટે સંસદમાં SHIELD બિલ લાવવાની તૈયારી છે. આ બિલમાં બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ, ડેટા પ્રાઇવસી, ઓનલાઈન ગેમિંગ અને પર્સનલાઇઝ્ડ જાહેરાતો અંગે કડક નિયમોની દરખાસ્ત કરવામાં આવી છે. BJP સાંસદ બૈજયંત ‘જય’ પાંડાએ તૈયાર કરેલા SHIELD બિલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર માનવાની દરખાસ્ત છે. 13 વર્ષથી નાના બાળકો માટે માતા-પિતાની ચકાસેલી મંજૂરી વગર સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવાનો રસ્તો બંધ થઈ શકે છે. ટેક કંપનીઓને બાળકોના ઓનલાઈન વર્તનની ટ્રેકિંગ અને પર્સનલાઇઝ્ડ જાહેરાતો પર પણ નિયંત્રણ મૂકવાની દરખાસ્ત છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્લેટફોર્મ પર ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
ADVERTISEMENT
બાળકોના વધતા સોશિયલ મીડિયા ઉપયોગ અને ઓનલાઈન જોખમોને ધ્યાનમાં રાખીને SHIELD એટલે કે Safeguarding Healthy Internet Environments for Little Digital-Natives Bill, 2025 તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રાઇવેટ મેમ્બર બિલ BJP સાંસદ બૈજયંત ‘જય’ પાંડાની તરફથી તૈયાર કરવામાં આવ્યું છે. જોકે શુક્રવારે સંસદમાં ભારે હોબાળો અને કાર્યવાહી સ્થગિત થવાના કારણે બિલ ઔપચારિક રીતે રજૂ થઈ શક્યું નહોતું. બિલમાં સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ, બાળકોના ડેટા અને પર્સનલાઇઝ્ડ જાહેરાતો સાથે જોડાયેલા નિયમોનો પ્રસ્તાવ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
SHIELD બિલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર ગણવાની જોગવાઈ છે. 13 વર્ષથી નાના બાળકો વેરિફાઇડ માતા-પિતા અથવા વાલી સંમતિ વગર સોશિયલ મીડિયા કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર નવું અકાઉન્ટ બનાવી શકશે નહીં. આ માટે પ્લેટફોર્મ્સે ઉંમરની યોગ્ય ચકાસણી કરવાની વ્યવસ્થા ઊભી કરવી પડશે. એટલે બાળકોની ઉંમર છુપાવીને અકાઉન્ટ બનાવવાની શક્યતા ઘટાડવા માટે ટેક કંપનીઓ પર જવાબદારી મૂકવામાં આવશે.
ADVERTISEMENT
બિલમાં ટેક કંપનીઓને બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિ ટ્રેક કરવા અને તેના આધારે તેમની પ્રોફાઇલ તૈયાર કરવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત છે. બાળકોના ડેટાનો ઉપયોગ કરીને તેમને પર્સનલાઇઝ્ડ જાહેરાતો બતાવવાનું પણ રોકવાની વાત કરવામાં આવી છે. બાળકોનો ડેટા માત્ર જરૂરી સેવા આપવા પૂરતો જ રાખી શકાશે. અકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ 90 દિવસની અંદર ડેટા ડિલીટ કરવાની જોગવાઈ છે. માતા-પિતા ડેટા ડિલીટ કરવાની માંગ કરે તો તેને કાયમી રીતે દૂર કરવો પડશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? IIT દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહથી સંબોધન
ADVERTISEMENT
બાળકો માટે ઉપલબ્ધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર મજબૂત એજ વેરિફિકેશન સિસ્ટમ રાખવાની દરખાસ્ત છે. આ ઉપરાંત માતા-પિતાને પેરેન્ટલ ડેશબોર્ડ આપવાની વાત કરવામાં આવી છે. આ ડેશબોર્ડની મદદથી માતા-પિતા બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખી શકશે. તેઓ પ્રાઇવસી સેટિંગ્સ મેનેજ કરી શકશે અને સ્ક્રીન ટાઈમને પણ મર્યાદિત કરી શકશે. બાળકોને પોર્નોગ્રાફી, ઓનલાઈન સટ્ટાબાજી, હિંસક અથવા ઉગ્રવાદી સામગ્રી અને ડ્રગ્સ સંબંધિત કન્ટેન્ટથી દૂર રાખવાની જવાબદારી પણ પ્લેટફોર્મ્સ પર રહેશે.
બિલમાં તમામ પ્લેટફોર્મ્સ પર ‘Report Child Harm’ નામનું અલગ વિકલ્પ રાખવાની દરખાસ્ત છે. ફરિયાદ મળ્યા બાદ 24 કલાકમાં તેના પર જવાબ આપવો પડશે અને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવવાનું રહેશે. સામાન્ય હાનિકારક કન્ટેન્ટ અંગે ફરિયાદ આવે તો તેને 36 કલાકમાં દૂર કરવાની જોગવાઈ છે. જ્યારે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી સામગ્રી એટલે કે CSAM મળે તો તેને 24 કલાકમાં હટાવવી પડશે.
બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આવા મામલામાં કંપની પર ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર અથવા જાણીજોઈને નિયમોનો ભંગ કરવામાં આવે તો IT Actની કલમ 69A હેઠળ પ્લેટફોર્મને ભારતમાં અસ્થાયી રીતે બ્લોક કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
બૈજયંત પાંડાએ AIના દુરુપયોગને લઈને પણ અલગ બિલ તૈયાર કર્યું છે. તેનું નામ Protection of Personality Likeness from Artificial Intelligence Misuse Bill, 2026 છે. આ બિલમાં કોઈ વ્યક્તિની મંજૂરી વગર તેના ચહેરા, અવાજ અથવા શારીરિક દેખાવનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા AI ડીપફેક પર રોક લગાવવાની દરખાસ્ત છે. આવા કન્ટેન્ટ અંગે નોટિસ મળ્યા બાદ 24 કલાકમાં તેને હટાવવું પડશે. યૌન સ્વરૂપના કન્ટેન્ટ માટે આ સમયમર્યાદા 12 કલાક રાખવાની દરખાસ્ત છે.
છેતરપિંડી, બ્લેકમેલિંગ અથવા અશ્લીલતા ફેલાવવા માટે ડીપફેક બનાવવામાં આવે તો ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ બંને બિલનો હેતુ બાળકો અને સામાન્ય લોકોની ડિજિટલ સુરક્ષા મજબૂત કરવાનો છે. SHIELD બિલ ક્યારે સંસદમાં ઔપચારિક રીતે રજૂ થાય છે અને તેમાં આગળ શું ફેરફાર થાય છે તેના પર હવે નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.