બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? IIT દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહથી સંબોધન

Video / PM મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? IIT દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહથી સંબોધન

Published By: Jinal Chauhan

Last Updated: 01:38 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને જીવનના પડકારો માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો. આ દરમિયાન તેમણે હળવા અંદાજમાં ‘બાબા બાગેશ્વર’નો ઉલ્લેખ કરતા વિદ્યાર્થીઓમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું.

IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીએ વિદ્યાર્થીઓને જીવનની પરીક્ષા માટે તૈયાર રહેવાની શીખ આપી. આ દરમિયાન તેમણે હળવા અંદાજમાં ‘બાબા બાગેશ્વર’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ બાબા બાગેશ્વર નથી.PM મોદીએ કહ્યું કે IITની પરીક્ષામાં સિલેબસ નક્કી હોય છે પરંતુ જીવનની પરીક્ષામાં બધું જ ‘આઉટ ઓફ સિલેબસ’ હોય છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે જીવનમાં પ્રશ્નપત્ર તો દૂરની વાત છે ઘણી વખત અસલી સવાલ શું છે તે પણ પોતે જ શોધવો પડે છે. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યના સપના અને નવી શરૂઆત અંગે પણ વાત કરી.

‘હું બાબા બાગેશ્વર નથી...’

દીક્ષાંત સમારોહ દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓના મનમાં ચાલી રહેલા વિચારોનો ઉલ્લેખ કર્યો. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમના મનમાં અત્યારે અનેક વિચારો ચાલી રહ્યા હશે. આ વાત કરતાં તેમણે કહ્યું કે ‘હું બાબા બાગેશ્વર નથી પરંતુ કંઈક તો ચાલતું હશે.’ PM મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ પોતાના આવનારા દિવસોની એક અલગ તસવીર મનમાં રાખે છે. IITમાં પ્રવેશથી લઈને દીક્ષાંત સુધીની વિદ્યાર્થીઓની સફરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઓરિએન્ટેશનથી કન્વોકેશન સુધીની સફર પૂરી કર્યા બાદ વિદ્યાર્થીઓને આજે સંતોષનો અનુભવ થઈ રહ્યો હશે.

જીવનની પરીક્ષામાં કોઈ સિલેબસ નથી

PM મોદીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કોલેજની પરીક્ષા અને જીવનની પરીક્ષા વચ્ચે મોટો તફાવત છે. IITમાં પરીક્ષા માટે સિલેબસ હોય છે અને કયા વિષયની તૈયારી કરવાની છે તેની માહિતી હોય છે. પરંતુ જીવનમાં પરિસ્થિતિઓ પહેલેથી નક્કી હોતી નથી.તેમણે કહ્યું કે જીવનમાં કોઈ નક્કી કોર્સ કે પ્રશ્નપત્ર હોતું નથી. ઘણી વખત સામે આવેલી પરિસ્થિતિમાં સાચો પ્રશ્ન શું છે તે પણ પોતે ઓળખવો પડે છે. તેથી વિદ્યાર્થીઓએ બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી જોઈએ.

‘તમે માત્ર ડિગ્રી લઈને નથી જઈ રહ્યા’

PM મોદીએ દીક્ષાંત સમારોહને વિદ્યાર્થીઓના જીવનની નવી સફરની શરૂઆત ગણાવી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માત્ર IIT દિલ્હીની ડિગ્રી લઈને બહાર નથી નીકળી રહ્યા પરંતુ દેશ માટે કંઈક કરવાની ભાવના અને સપનાઓ લઈને આગળ વધી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે દરેક વ્યક્તિનો રસ્તો અલગ હશે. કોઈનું સપનું અલગ હશે તો કોઈની મંઝિલ અલગ હશે. છતાં દીક્ષાંતનો આ ખાસ દિવસ તમામ વિદ્યાર્થીઓ માટે યાદગાર રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં? ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા

કોઈ પહેલી સેલરીનું સપનું જોઈ રહ્યું છે તો કોઈ સ્ટાર્ટઅપનું

PM મોદીએ વિદ્યાર્થીઓના ભવિષ્યના સપનાઓની વાત કરતાં કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની પહેલી સેલરીની રાહ જોઈ રહ્યા હશે. કોઈ નવા શહેરમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યું હશે તો કોઈ પોતાના પ્રથમ સ્ટાર્ટઅપનું સપનું જોઈ રહ્યું હશે.તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થીની સફર અલગ હશે. પરંતુ IIT દિલ્હેથી બહાર નીકળતી વખતે દરેકના મનમાં આગળ વધવાની અને કંઈક નવું કરવાની આશા હશે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાનો ઉપયોગ દેશની પ્રગતિ માટે કરવાની પણ પ્રેરણા આપી.

IIT દિલ્હીમાં AI સાથે જોડાયેલી નવી પહેલ

આ કાર્યક્રમ દરમિયાન IIT દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી નવી પહેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. PM મોદીએ આ પહેલ માટે IIT દિલ્હી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.આ પ્રસંગે IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં AI આધારિત હાઈ-પરફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવાની દિશામાં આ પહેલને મહત્વની ગણવામાં આવી રહી છે.

3 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળી ડિગ્રી

IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. તેમાં 587 PhD સ્કોલર્સનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે PM મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સન્માન પણ એનાયત કર્યા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે તેમના નવા જીવન અને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Bageshwar Remark PM Modi IIT Delhi IIT Delhi Convocation

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ