બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એવું શું થયું કે, સાપુતારા બસ ડેપોની મુલાકાત દરમ્યાન અધિકારી પર ભડક્યાં Dy. CM હર્ષ સંઘવી?

ગુજરાત / એવું શું થયું કે, સાપુતારા બસ ડેપોની મુલાકાત દરમ્યાન અધિકારી પર ભડક્યાં Dy. CM હર્ષ સંઘવી?

Published By: Nidhi Panchal

Last Updated: 01:13 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપુતારા ફેસ્ટિવલ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે ત્યારે તેમની સુવિધાઓને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. આ દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારા બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી હતી.

ડાંગ જિલ્લાના સાપુતારા બસ ડેપો ખાતે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પહોંચતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે બસ ડેપોમાં ઉપલબ્ધ સુવિધાઓ, મુસાફરો માટેની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા સહિતના મુદ્દાઓની સ્થળ પર જ તપાસ કરી હતી. મુલાકાત દરમિયાન ડેપોની કામગીરીમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવતાં તેમણે જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ ઠપકો આપ્યો હતો.

DY-CM-harsh-sanghvi

તપાસ દરમિયાન બસ ડેપો પર અનેક ખામીઓ જોવા મળતાં હર્ષ સંઘવીએ ડેપો કંટ્રોલરને કડક શબ્દોમાં જવાબદારી નિભાવવાની સૂચના આપી હતી. મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પણ તેમણે આપ્યો હતો. ખાસ કરીને ડેપો પર આવનારા પ્રવાસીઓ અને મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કાર્યરત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યું

મુલાકાત દરમિયાન સૌથી ગંભીર બાબત ત્યારે સામે આવી જ્યારે ડેપો ખાતે બનાવવામાં આવેલ દિવ્યાંગ શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યું. દિવ્યાંગ લોકો માટે ખાસ સુવિધા તરીકે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા પર તાળું મારેલું જોઈ હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીનો ઉધડો લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે આવી સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે તેને બંધ રાખવાનો કોઈ અર્થ નથી. તેમણે તાત્કાલિક અસરથી શૌચાલયનું તાળું ખોલવા અને તેને મુસાફરો માટે ઉપયોગમાં મૂકવાની સૂચના આપી હતી.

હાલમાં સાપુતારા ફેસ્ટિવલ ચાલી રહ્યો

હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલમાં સાપુતારા ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બસ ડેપો સહિતની તમામ જાહેર સુવિધાઓ સંપૂર્ણ રીતે કાર્યરત રહેવી અત્યંત જરૂરી છે. પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક વિભાગે સતર્ક રહી કામગીરી કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

બેઠકો સહિત મુસાફરો માટે ઉપલબ્ધ

તેમણે સંબંધિત તંત્રને સ્પષ્ટ સૂચના આપી કે બસ ડેપો પર સ્વચ્છતા, પીવાના પાણી, શૌચાલય, બેઠકો સહિત મુસાફરો માટે ઉપલબ્ધ તમામ સુવિધાઓની નિયમિત દેખરેખ રાખવામાં આવે. ખાસ કરીને સાપુતારા ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી તેમની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે અને જ્યાં ક્યાં ખામી હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતભરમાં આજથી વધશે ઓટો રિક્ષાનું ભાડું, મુસાફરોના ખિસ્સા પર વધશે ભાર

ડેપ્યુટી મુખ્યમંત્રીની આકસ્મિક મુલાકાત દરમિયાન અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવેલી તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને કોઈપણ સુવિધા બંધ હાલતમાં ન રહે તેની ખાસ તકેદારી રાખવા તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Sanghvi Gujarat ST,

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ