બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોને વનવિભાગે રોક્યાં, સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ફરી વિવાદ

સાગબારા જંગલ જમીન વિવાદ / ખેડૂતોને વનવિભાગે રોક્યાં, સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ફરી વિવાદ

Published By: Vishal Khamar
Reported By: Pravin Patvari

Last Updated: 02:26 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા સાંસદ મનસુખ વસાવાના અહિંસક આંદોલનના આહવાન બાદ સાગબારા તાલુકાના ખેડૂતો જંગલ જમીન ખેડવા પહોંચ્યા હતા, જ્યાં વનવિભાગે તેમને રોકતા ફરી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.

નર્મદા જિલ્લામાં જંગલની જમીન પર ખેતીના મુદ્દે ફરી એકવાર સ્થાનિક ખેડૂતો અને વન વિભાગ આમને-સામને આવ્યા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ સાગબારા તાલુકાના કેટલાક ખેડૂતો જંગલની જમીન પર ખેતી કરવા પહોંચ્યા હતા, જોકે વન વિભાગના કર્મચારીઓએ તેમને રોકતાં મામલો ફરી ગરમાયો છે.

મળતી માહિતી મુજબ, મનસુખ વસાવાએ ગઈકાલે ખેડૂતોને જંગલની જમીન પર ખેતી કરવા જવા માટે અપીલ કરી હતી. તેમણે વન વિભાગ દ્વારા રોકવામાં આવે તો પણ અહિંસક રીતે આંદોલન ચાલુ રાખવા ખેડૂતોને જણાવ્યું હતું. સાંસદના આ આહવાન બાદ આજે ખેડૂતો ખેતરોમાં પહોંચ્યા હતા, પરંતુ વન વિભાગે તેમને ખેતી કરતા અટકાવ્યા હતા.

આ દરમિયાન સ્થાનિકો અને વન કર્મચારીઓ વચ્ચે ફરી ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જંગલ જમીન પર હક અને ખેતીના અધિકારને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ફરી રાજકીય મુદ્દો બની રહ્યો છે.

ભાજપના સાંસદ જ સરકાર સામે કેમ મેદાને?

નર્મદાના આ મુદ્દે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવા સરકારના તંત્ર સામે આટલા આક્રમક કેમ બન્યા છે? મનસુખ વસાવા લાંબા સમયથી આદિવાસી વિસ્તારોના જમીન, જંગલ અને સ્થાનિક હકોના પ્રશ્નોને લઈને પોતાનો અવાજ ઉઠાવતા આવ્યા છે. હવે સાગબારા તાલુકાના ખેડૂતોના મુદ્દે તેમનું વલણ વધુ આક્રમક બનતાં ભાજપ સંગઠન અને સરકાર માટે પણ આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે.

સાંસદનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, જ્યારે બીજી તરફ વન વિભાગ પોતાની કાયદેસરની ફરજ મુજબ જંગલની જમીન પર ગેરકાયદેસર ખેતી રોકવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો દાવો કરે છે. બંને પક્ષના દાવા વચ્ચે સ્થાનિક ખેડૂતોની સ્થિતિ શું છે અને તેમના જમીન હકો અંગે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે હવે મહત્વનું બન્યું છે.

વિવાદ ક્યાં સુધી પહોંચશે?

એક તરફ ભાજપના સાંસદ ખેડૂતોની સાથે ઊભા રહીને અહિંસક આંદોલનની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારી તંત્રના જ વન વિભાગ દ્વારા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે. જેના કારણે “સરકાર અને સાંસદ વચ્ચે મતભેદ છે કે પછી ખેડૂતોના હક માટે સાંસદ સરકાર પર દબાણ બનાવી રહ્યા છે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતભરમાં આજથી વધશે ઓટો રિક્ષાનું ભાડું, મુસાફરોના ખિસ્સા પર વધશે ભાર

નર્મદાના આદિવાસી વિસ્તારમાં જંગલ જમીનનો મુદ્દો માત્ર ખેતી પૂરતો સીમિત નથી રહ્યો. તે હવે આદિવાસી હકો, જમીનના કબજા, વન કાયદા અને રાજકીય પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો મોટો મુદ્દો બની રહ્યો છે. આવતા દિવસોમાં સરકાર અને વન વિભાગ આ મુદ્દે શું વલણ અપનાવે છે અને સાંસદ મનસુખ વસાવાનું આંદોલન કેટલું આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Vasava Narmada MP Sagbara farmers

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ