બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતભરમાં આજથી વધશે ઓટો રિક્ષાનું ભાડું, મુસાફરોના ખિસ્સા પર વધશે ભાર
Last Updated: 12:28 PM, 8 August 2026
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે આજથી મુસાફરી મોંઘી બની ગઈ છે. વધતી મોંઘવારી વચ્ચે શાકભાજી, ખાદ્યતેલ અને ઘરગથ્થુ ચીજવસ્તુઓના ભાવનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકો પર હવે રિક્ષા ભાડામાં વધારાનો બોજ આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ભાડામાં વધારાની માંગને મંજૂરી આપવામાં આવતા સુધારેલા ભાડા દરો અમલમાં આવ્યા છે.
ADVERTISEMENT
મિનિમમ ભાડું હવે સીધું રૂ. 25
નવા રેટ કાર્ડ મુજબ રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરના ખિસ્સામાંથી અગાઉ કરતાં વધુ રકમ ચૂકવવી પડશે. અત્યાર સુધી પ્રથમ 1.2 કિલોમીટર માટે રૂ. 10 મિનિમમ ભાડું ચૂકવવું પડતું હતું. હવે આ જ અંતર માટે મિનિમમ ભાડું વધારીને રૂ. 25 કરવામાં આવ્યું છે. 1.2 કિલોમીટર બાદના અંતર માટે પ્રતિ કિલોમીટર રૂ. 20નો ચાર્જ લાગુ પડશે. સાથે જ રિક્ષા મીટરમાં દર 200 મીટરે રૂ. 4નો વધારાનો ચાર્જ ઉમેરાતો જશે.
ADVERTISEMENT

ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને વધુ અસર
ADVERTISEMENT
ભાડામાં થયેલા આ વધારાની સૌથી વધુ અસર ટૂંકા અંતરની નિયમિત મુસાફરી કરનારાઓ પર થવાની શક્યતા છે. નોકરિયાતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ તેમજ રોજિંદા નાના-મોટા કામ માટે રિક્ષાનો ઉપયોગ કરતા લોકોને હવે અગાઉની સરખામણીએ વધુ ખર્ચ કરવો પડશે. ખાસ કરીને જ્યાં અંતર ઓછું હોય ત્યાં મિનિમમ ભાડામાં થયેલો મોટો વધારો મુસાફરોના દૈનિક બજેટને અસર કરી શકે છે.
રાત્રે રિક્ષા મુસાફરી વધુ મોંઘી
ADVERTISEMENT
નવા ભાડા નિયમો હેઠળ રાત્રિના સમયે મુસાફરી કરનારાઓને પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિર્ધારિત ભાડા પર 50 ટકા રાત્રિ ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિક કે અન્ય કારણોસર રિક્ષા ઉભી રહે ત્યારે લાગતો વેઇટિંગ ચાર્જ પણ મુસાફરે ચૂકવવાનો રહેશે. જેના કારણે ખાસ કરીને મોડી રાત્રે લાંબી મુસાફરી કરતા લોકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
રિક્ષાચાલકોને રાહત, મુસાફરોમાં નારાજગી
ADVERTISEMENT
રિક્ષાચાલકો તરફથી લાંબા સમયથી ઈંધણ અને અન્ય સંચાલન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારની મંજૂરી બાદ રિક્ષાચાલક વર્ગમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
જોકે, બીજી તરફ રિક્ષા પર નિર્ભર સામાન્ય મુસાફરોમાં ભાડાવધારાને લઈને નારાજગી છે. જાહેર પરિવહનની સેવા સમયસર કે પૂરતી ઉપલબ્ધ ન હોય ત્યારે રિક્ષા સામાન્ય લોકો માટે જરૂરી પરિવહનનું સાધન બની રહે છે. આવી સ્થિતિમાં ભાડામાં થયેલો વધારો મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ નાખી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે? અંબાલાલની આગાહી ખેડૂતોને ખુશ કરી દેશે
મોંઘવારીના સતત વધતા દબાણ વચ્ચે હવે રોજિંદી મુસાફરી પણ મોંઘી બનતાં સામાન્ય નાગરિકો માટે ઘરખર્ચનું ગણિત વધુ મુશ્કેલ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.