બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવામાન વિભાગનું મોટું એલર્ટ: 8 ઓગસ્ટે દિલ્હી, યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

Monsoon 2026 / હવામાન વિભાગનું મોટું એલર્ટ: 8 ઓગસ્ટે દિલ્હી, યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Last Updated: 12:25 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વામાન વિભાગે શનિવાર, 8 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે.

1/6

photoStories-logo

1. હવામાન વિભાગનું મોટું એલર્ટ: 8 ઓગસ્ટે દિલ્હી, યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ મોટું એલર્ટ જારી કર્યું છે. IMD ના જણાવ્યા અનુસાર, શનિવાર, 8 ઓગસ્ટે ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, તીવ્ર વાવાઝોડું અને વીજળી પડવાની પૂરેપૂરી સંભાવના છે. કેટલાક સ્થળોએ પવનની ઝડપ 75 km/h સુધી પહોંચી શકે છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) નો ભય સેવાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ

રાજધાની દિલ્હીમાં 8 ઓગસ્ટે ભારે વરસાદ સાથે 30 થી 40 km/h ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના મેરઠ, નોઈડા, હાપુડ, આગ્રા, મથુરા, કાનપુર, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી, મિરઝાપુર અને બલિયા સહિત અનેક જિલ્લાઓમાં 50 થી 55 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. લખનૌમાં મહત્તમ તાપમાન 33°C અને ન્યૂનતમ તાપમાન 28°C રહેવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સ્થિતિ

બિહારના ગયા, મુઝફ્ફરપુર, દરભંગા, મધુબની, સમસ્તીપુર, વૈશાલી, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, સુપોલ અને સહરસામાં આંધી સાથે ભારે વરસાદનું એલર્ટ છે. ઝારખંડના રાંચી, બોકારો, હઝારીબાગ, જમશેદપુર, પલામૂ, ખુંટી અને દુમકામાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, દાર્જિલિંગ, જલપાઈગુડી, માલદા અને બાંકુડામાં 60 થી 65 km/h ની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાજસ્થાન, પંજાબ અને મધ્ય પ્રદેશ

રાજસ્થાનના જયપુર, અજમેર, અલવર, સીકર, ઝુનઝુનુ, ભરતપુર, કોટા અને ઉદયપુરમાં આંધી અને ભારે વરસાદની આગાહી છે. પંજાબના અમૃતસર, પટિયાલા, મોહાલી, કપૂરથલા, ભટિંડા અને ચંડીગઢમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર, રીવા, જબલપુર, છિંદવાડા, બાલાઘાટ અને વિદિશામાં 60 km/h ની ઝડપે પવન સાથે મુસળધાર વરસાદનું અનુમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઈડનો ખતરો

ઉત્તરાખંડના બાાગેશ્વર, રુદ્રપ્રયાગ, નૈનીતાલ, હરિદ્વાર, પિથોરાગઢ અને પૌડી ગઢવાલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ભય છે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા, ચંબા અને સોલનમાં યલો એલર્ટ જારી કરાયું છે, જ્યાં 70 km/h સુધી પવન ફૂંકાય તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, રાજૌરી, પૂંચ, કઠુઆ, ડોડા અને કિશ્તવાડમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અન્ય રાજ્યો

ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કેરળમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMDAlert HeavyRain Monsoon2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ