બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 10:17 PM, 7 August 2026
1/9
શું તમારા ઘરની તિજોરી ઉપર પણ જૂના ડબ્બા, અટેચી કે બિનજરૂરી સામાનનો ઢગલો પડ્યો રહે છે? જો હા, તો તાત્કાલિક સાવધાન થઈ જાઓ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ નાની ભૂલ તમારા ઘરની આર્થિક પ્રગતિ પર સીધી બ્રેક લગાડી રહી છે. તિજોરીને આપણા જીવનમાં ધન અને સમૃદ્ધિનું મુખ્ય પ્રતીક માનવામાં આવે છે. તેની ઉપર રાખેલો બિનજરૂરી ભાર તમારી તિજોરીને ખાલી કરી શકે છે અને બિનજરૂરી ખર્ચને આમંત્રણ આપી શકે છે. ચાલો જાણીએ કે અલમારી સાથે જોડાયેલી આ આદત તમારા ખિસ્સા પર કેવી રીતે ભારે પડી રહી છે.
2/9
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ અને તેને રાખવાના સ્થાનનો માનવની આર્થિક સ્થિતિ સાથે ઊંડો સંબંધ જોડવામાં આવ્યો છે. જેમાં તિજોરી એ જગ્યા છે જ્યાં આપણે આપણી જમા-પૂંજી, ઘરેણાં અને કિંમતી કપડાં સુરક્ષિત રાખીએ છીએ તેથી તેના નિયમોની અવગણના સીધી રીતે તમારા બેંક બેલેન્સને અસર કરે છે.
3/9
4/9
5/9
6/9
7/9
તિજોરીના ઉપરના ભાગ પર જમા થયેલી ધૂળ, કબાડ કે ભારે સામાન નકારાત્મક ઊર્જા પેદા કરે છે. આ નકારાત્મકતા ઘરમાં આવતા પૈસાના માર્ગને રોકી દે છે, જેનાથી મહેનત છતાં આવક વધતી નથી. જ્યારે ધનના પ્રતીક (તિજોરી) ઉપર વજન અને અવ્યવસ્થા હોય ત્યારે ઘરમાં પૈસા ટકીને રહેતા નથી. વીમો, બીમારી કે અન્ય આકસ્મિક કારણોસર બિનજરૂરી મોટા ખર્ચ સામે આવવા લાગે છે. વાસ્તુના જાણકારો અનુસાર તિજોરી ઉપર ભારે સામાન રાખવાથી વ્યક્તિના નાણાકીય નિર્ણયો કમજોર પડવા લાગે છે, જેનાથી ખોટી જગ્યાએ રોકાણ કે પૈસા ડૂબવાનું જોખમ વધી જાય છે. જ્યારે ઘરની ઊર્જા ભારે અને દૂષિત થઈ જાય છે, ત્યારે વ્યક્તિને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે દેવું કરવું કે લોનનો આશરો લેવો પડે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
8/9
જો તિજોરીના ઉપરના ભાગને ખાલી રાખવું શક્ય ન હોય તો ત્યાં કોઈ ભારે સામાન રાખવાને બદલે તાંબાના લોટામાં પાણી ભરીને રાખી શકો છો, જે સકારાત્મક ઊર્જા અને ધનને આકર્ષે છે. પૈસાની આવક વધારવા માટે ઘરના રૂમો અને તિજોરીની આસપાસ નિયમિત રીતે કપૂર કે સુગંધિત ધૂપ પ્રગટાવો. આનાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ