બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેવભૂમિ દ્વારકામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને રાહત, સાની ડેમમાં પહોંચશે નર્મદાનું પાણી

રાહત / દેવભૂમિ દ્વારકામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને રાહત, સાની ડેમમાં પહોંચશે નર્મદાનું પાણી

Published By: Kalpesh Kandoria

Last Updated: 07:40 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોને મોટી રાહત મળી છે. સાંસદ અને ધારાસભ્યની રજૂઆત બાદ નર્મદાનું પાણી સાની ડેમ સુધી પહોંચશે, જેના કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી બનશે.

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની લાંબી ખેંચને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. વાવેતર અને પાકને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોના હિતમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ સરકાર સમક્ષ નર્મદા અને સિંચાઈના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. જનપ્રતિનિધિઓની આ રજૂઆતને સફળતા મળતા હવે ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.

વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ધારાસભ્ય પબુભા માણેક અને સ્થાનિક સાંસદે રાજ્ય સરકાર સમક્ષ નર્મદા યોજનાનું તેમજ સિંચાઈ માટે જરૂરી પાણી છોડવાની માંગ કરી હતી. તેમની રજૂઆત બાદ સાની ડેમ અને નર્મદા યોજનાનું પાણી ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકા સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો છે.

સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતાં બંને તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર પાણી મળવાથી પાકને બચાવવામાં મદદ મળશે અને કૃષિ ઉત્પાદનને પણ મોટો લાભ થશે.

ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નર્મદા અને સિંચાઈના પાણી માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પાણી ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે અને કૃષિ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે.

ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે,

સૌરાષ્ટ્રમાં જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારબાદ કેન્દ્રમાં ગયા બાદ તેમણે નર્મદાના નીર ઓખા સુધી પહોંચે તે માટે જે દુરંદેશી આયોજન કર્યું હતું, તેનું મહત્વ આજે સમજાઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી દુષ્કાળ કે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ ન હોવાથી આ યોજનાનું મહત્વ લોકો ખાસ અનુભવી શક્યા નહોતા. પરંતુ આ વર્ષે વરસાદની અછત વચ્ચે નર્મદાની આ યોજના ખેડૂતો અને સ્થાનિક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો- મોરબીના વીરપરડા ગામનો કૂવો શાંત થયો, પાણીના ઉછાળા પાછળનું 'રહસ્ય' જાણવા તપાસ તેજ

પબુભા માણેકે જણાવ્યું કે, ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાં પીવાનું અને સિંચાઈનું પાણી મુખ્યત્વે સાની ડેમ પરથી ઉપલબ્ધ થાય છે. વરસાદ ઓછો થતાં પાણીની ચિંતા ઉભી થઈ હતી. જેના પગલે તેમણે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પ્રભારી પુનિતભાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સાથે મળીને લગભગ એક મહિના અગાઉ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, હવે મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં ઘી નદીમાં પાણી છોડવામાં આવશે. ત્યાંથી આ પાણી સિંહણ નદીમાં પહોંચશે અને ત્યારબાદ સાની ડેમમાં આવશે. પરિણામે આગામી થોડા જ સમયમાં સાની ડેમ ભરાઈ જશે, જેના કારણે બંને તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ સ્થાનિક લોકોને પીવાના પાણી માટે મોટી રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devbhumi Dwarka Sani Dam Pabubha Manek

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ