ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / PM મોદીના વિદેશ પ્રવાસ પર કેટલો ખર્ચ? રાજ્યસભામાં સામે આવ્યા આંકડા, 2021થી 77 દેશોની મુલાકાત
Last Updated: 12:07 PM, 7 August 2026
ADVERTISEMENT
PM Modi Foreign Tours: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં 2021થી જુલાઈ 2026 સુધીના તમામ ઓફિશિયલ વિદેશ પ્રવાસોની વિગતવાર માહિતી રજૂ કરી છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને વી. સદાસિવન દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી શબિસ્તા પાબિત્રા માર્ગેરિટાએ આપી હતી.
ADVERTISEMENT
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2021થી જુલાઇ 2026 સુધીમાં વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર 557.51 કરોડ રૂપિયાનો કરાયો ખર્ચ થયો છે.
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોના ખર્ચની વિગતો રજૂ કરી હતી. તેમાં વર્ષ 2026 દરમિયાન વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર અંદાજે 74.5 કરોડ ખર્ચ થયો હતો.
ADVERTISEMENT
2021થી જુલાઈ 2026 દરમિયાન વડાપ્રધાને 77 દેશોની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 557.51 કરોડ વિદેશ પ્રવાસો પર ખર્ચ થયો હતો. 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતમાં 381.8 અબજ અમેરિકી ડોલરનું વિદેશી સીધું રોકાણ કરવામાં આવ્યું હતું.
કયા વર્ષમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો?
ADVERTISEMENT
સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, વર્ષ 2021માં PM મોદી 4 દેશના પ્રવાસે ગયા હતા, જેની પાછળ 36.12 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 2022માં 9 દેશોના પ્રવાસ પાછળ 55.83 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 2023માં તેમણે 10 દેશનો પ્રવાસ કર્યો હતો, જેની પાછળ 93.63 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
2024માં PM મોદીએ 16 દેશની મુલાકાત લીધી હતી, જે પાછળ 109.51 કરોડ રૂપિયા ખર્ચ થયા હોવાનો અહેવાલ છે. વર્ષ 2025માં તેમણે સૌથી વધુ વિદેશ પ્રવાસ કર્યા હતા. 2025માં તેઓ 23 દેશની મુલાકાતે ગયા હતા, જેના માટે 187.83 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. આ દરમિયાન ચાલુ વર્ષે (2026) અત્યાર સુધી 12 દેશના પ્રવાસ પાછળ 74.59 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
ADVERTISEMENT
વિવિધ દેશો સાથે કુલ 316 MoUs પર હસ્તાક્ષર થયા
ADVERTISEMENT
આ સમયગાળા દરમિયાન વિવિધ દેશો સાથે કુલ 316 MoUs પર હસ્તાક્ષર થયા હતા. સૌથી વધુ 44 MoU સંયુક્ત આરબ અમીરાત સાથે, 33 ફ્રાન્સ સાથે, 16 ઇઝરાયેલ સાથે અને 8 અમેરિકા સાથે થયા હતા. સરકારે જણાવ્યું કે આ વિદેશ પ્રવાસો અને MoUથી વિવિધ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂતી મળી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT