બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 PM, 7 August 2026
સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક વાદળી રંગના સિંગલ સીટર વાહનમાં બેસીને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. દેખાવમાં અત્યંત નાના આ વાહનમાં પૈડાંને બદલે ચારેય તરફ કુલ 8 પાંખિયા (પ્રોપેલર્સ) લાગેલા છે. તેની મદદથી આ વાહન લીલાછમ ઘાસના મેદાનમાંથી ટેક-ઓફ કરે છે અને જમીનથી આશરે 20 ફીટની ઊંચાઈએ આખા ગ્રાઉન્ડ ચક્કર લગાવીને એ જ જગ્યાએ સુરક્ષિત રીતે લેન્ડ થાય છે. 1 મિનિટ અને 37 સેકન્ડના આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી.
ADVERTISEMENT
તપાસ કરતા સામે આવ્યું છે કે આ વિડીયો ગુરુવારે સવારે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આવેલા આર્મી હેલિપેડ પર શૂટ કરવામાં આવ્યો હતો. વાહનમાં ઉડાન ભરી રહેલા યુવકનું નામ રવિ ટમ્ટા છે, જે 'હપિડા સ્કાઈ પ્રાઈવેટ લિમિટેડ' નામની કંપનીના ફાઉન્ડર અને સીઈઓ (CEO) છે. આ પ્રોટોટાઈપ વાહન તેમની જ કંપનીએ તૈયાર કર્યું છે. રવિ છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક, અત્યંત સુરક્ષિત અને આધુનિક ઉડતું વાહન બનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. આ સફળ પરીક્ષણથી તેમની વર્ષોની મહેનત રંગ લાવી છે.
ADVERTISEMENT
🇮🇳 Innovation takes flight from Uttarakhand!
— Kailash Vashi (@KailashVashi) August 7, 2026
Almora-based innovator Ravi Tamta has successfully tested the HAPIDA SKYNeX prototype, marking a major milestone in India's personal air mobility journey.
Developed with the vision of creating a safe, electric personal flying… pic.twitter.com/B9j3AoMhGl
ADVERTISEMENT
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રવિ તમટાએ જણાવ્યું કે ભારતમાં બનેલું આ પહેલું 'પર્સનલ ફ્લાઇંગ વ્હીકલ' (Personal Flying Vehicle) છે. તેમના જણાવ્યા મુજબ, જે અંતર સડક માર્ગે કાપતા આશરે 40 મિનિટ જેટલો સમય લાગે છે, તે જ અંતર આ હવાઈ વાહન દ્વારા માત્ર 12 મિનિટમાં પૂરું કરી શકાશે. રવિનો હેતુ આ મશીનને હજુ વધુ શક્તિશાળી અને સુરક્ષિત બનાવીને ભવિષ્યમાં ટૂંકા અંતરના પ્રવાસ માટે હવાઈ માર્ગનો વિકલ્પ પૂરો પાડવાનો છે.
ADVERTISEMENT
રવિ ટમ્ટાનો આ પહેલો પ્રયોગ નથી. આ પહેલાં તેમણે એક મલ્ટીપર્પઝ સ્ટીક બનાવી હતી, જેનો ઉપયોગ આજે ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. આ સ્ટીક મોબાઈલ ચાર્જ કરવાની સાથે ટોર્ચ તરીકે પણ કામ કરે છે. આ સિવાય, વર્ષ 2007 માં તેમણે બોટલની અંદર બેટરી બનાવીને બલ્બ પ્રગટાવ્યો હતો અને વર્ષ 2019 માં એક ઇલેક્ટ્રોલાઇટ પમ્પ મશીન બનાવવાનો દાવો કર્યો હતો, જેનાથી ઇલેક્ટ્રિક વાહનો ઝડપથી ચાર્જ થઈ શકતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.