બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AIથી હાર્ટ ફેલ્યોર પહેલાં જ ડૉક્ટરને એલર્ટ, મૈરિંગો CIMSએ બચાવ્યા 115થી વધુ જીવ
Last Updated: 05:44 PM, 7 August 2026
ADVERTISEMENT
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે, જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24x7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં, પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોકટરને આ ઈમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રિટમેન્ટ મળી રહે છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સનું ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસનો દર, લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમજ દર્દીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરે છે. જો સિસ્ટમમાં દર્દીનાં જીવને જોખમ હોય એવી સ્થિતિ અંગે જાણ થાય છે તો તે તરત જ દર્દીના સ્માર્ટફોન, સારવાર આપતા ડૉક્ટર તેમજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સના ડેડિકેટેડ 24x7 સેન્ટ્રલ મોનિટરિંગ કમાન્ડ સેન્ટરને એકસાથે એલર્ટ મોકલે છે, જેથી તાત્કાલિક તબીબી સહાય શક્ય બને છે.
ADVERTISEMENT
AI પ્લેટફોર્મ દર્દીની સમગ્ર આરોગ્યસંભાળની સફર દરમિયાન કનેક્ટેડ કેર ઇકોસિસ્ટમ ઊભું કરે છે, જે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કેરથી લઈને ICU, વોર્ડ અને ઘરે સાજા થવાના સમયગાળા સુધી દર્દી સાથે સતત જોડાયેલા રહે છે. દર્દીના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરીને અને શરીરમાં થતા સૂક્ષ્મ શારીરિક ફેરફારોને ઓળખીને, આ સિસ્ટમ ડૉક્ટરોને સમયસર જાણ કરે છે (Early Warning Scores), દર્દીને સંભવિત કઈ ક્રિટિકલ કંડિશન છે તેની ઓળખ કરે છે (Explainable Risk Insights) તેમજ રિયલ-ટાઇમ ક્લિનિકલ સારાંશ (Clinical Summaries) પ્રદાન કરે છે, જેના કારણે વધુ ઝડપી અને માહિતીસભર સારવાર સંબંધિત નિર્ણયો લેવામાં મદદ મળે છે.

ADVERTISEMENT
આ અંગે વાત કરતાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલના CVTS અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનાં ડિરેક્ટર, ડૉ. ધીરેન શાહે જણાવ્યું હતું કે, “મૈરિંગો CIMS હોસ્પિટલ્સ છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી હૃદય સંબંધિત તેમજ અન્ય જીવલેણ આરોગ્ય સ્થિતિઓના હાઈ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે આ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે 6,551થી વધુ દર્દીઓનું સતત મોનિટરિંગ કર્યું છે, જેમાં દર્દીઓની ઈમરજન્સી કેરનાં 836 કેસોને સફળતાપૂર્વક ટ્રિટમેન્ટ આપીને તેમના જીવ બચાવ્યા છે, 115 કોડ બ્લૂ (Code Blue) ઇમરજન્સી ટાળી છે, 81 દર્દીઓને ICUમાં ખસેડવાની જરૂરિયાત અટકાવી છે તેમજ જીવન બચાવનારી CPRની ત્રણ સફળ સારવાર સુનિશ્ચિત કરી છે. આ AI સિસ્ટમથી દર્દીઓની હાલત ગંભીર થાય એની પહેલા જ સારવાર આપી, જીવ બચાવવામાં ઘણી મદદરૂપ થાય છે.”
આ ટેક્નોલોજી ખાસ કરીને હાર્ટ ફેલ્યોર, હૃદયની નબળી કાર્યક્ષમતા, હાઈ-રિસ્ક ધરાવતા હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો, સ્ટ્રોકનું જોખમ, અસ્થમા તેમજ અન્ય ગંભીર દીર્ઘકાલીન બીમારીઓથી પીડિત દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મર્યાદિત રહેતી પરંપરાગત મોનિટરિંગ પદ્ધતિથી વિપરીત, આ AI સિસ્ટમ ડૉક્ટરોને દર્દીઓનાં ડિસ્ચાર્જ પછી પણ રિયલ ટાઈમ મોનિટર કરવાની સગવડ આપે છે. પરિણામે, દર્દીઓને પોતાના ઘરના આરામદાયક વાતાવરણમાં સુરક્ષિત રીતે સાજા થવાની સાથે સારવારની સતત દેખરેખ પણ સુનિશ્ચિત થાય છે.
ADVERTISEMENT
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સે 24x7 ડેડિકેટેડ AI મોનિટરિંગ કમાન્ડ સેન્ટર શરૂ કર્યા છે, જ્યાં મેડિકલ એક્સપર્ટ્સની ટીમો દર્દીઓના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરે છે, સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા એલર્ટની ચકાસણી કરે છે અને જ્યારે પણ તબીબી હસ્તક્ષેપની જરૂરિયાત ઊભી થાય ત્યારે સારવાર આપતા ડૉક્ટરોને જાણ કરે છે. આના કારણે દર્દીની સ્થિતિ બગડવાના સંકેતો, રિસ્ક ફેક્ટર્સ વધતાં પહેલાં જ ઓળખી શકાય છે, જેના પરિણામે ક્રિટિકલ ઈમરજન્સીનાં કેસમાં ઘટાડો થાય છે અને દર્દીઓની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થાય છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ ઉમેર્યું હતું કે, “મોટાભાગની ગંભીર હૃદય સંબંધિત ઇમરજન્સી અચાનક સર્જાતી નથી. હાર્ટ ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલાં દર્દીમાં કલાકો અથવા તો ક્યારેક દિવસો અગાઉથી નાના મોટા લક્ષણો જોવા મળે છે. અમારી AI સંચાલિત મોનિટરિંગ ઇકોસિસ્ટમ અમને આ ચેતવણીરૂપ સંકેતોને શરૂઆતના તબક્કામાં જ ઓળખવામાં સક્ષમ બનાવે છે, જેથી દર્દીની સ્થિતિ ગંભીર બને તે પહેલાં જ ડૉક્ટરો જરૂરી સારવાર શરૂ કરી શકે છે. છેલ્લા અઢી વર્ષમાં, હજારો હાઈ-રિસ્ક ધરાવતા દર્દીઓનું સતત મોનિટરિંગ કરતાં કરતાં આ ટેક્નોલોજીએ 115 કોડ બ્લૂ (Code Blue) ઇમરજન્સી અટકાવવામાં અમને મદદ કરી છે. આ માત્ર રિમોટ મોનિટરિંગ નથી, પરંતુ AI આધારિત અનુમાનાત્મક (Predictive), નિવારક (Preventive) અને વ્યક્તિગત (Personalised) આરોગ્યસંભાળની નવી દિશા છે. અમારો વિશ્વાસ છે કે આ ટેક્નોલોજી ગુજરાતમાં ક્રિટિકલ કેર આપવાની પદ્ધતિને નવી વ્યાખ્યા આપશે.”
ADVERTISEMENT
મૈરિંગો એશિયા હેલ્થકેરના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, “AI સંચાલિત આ પ્લેટફોર્મ સતત ક્લિનિકલ મોનિટરિંગ, ઇન્ટેલિજન્ટ જોખમ વર્ગીકરણ (Intelligent Risk Stratification), AI અસિસ્ટેડ ડોક્યુમેન્ટેશન (AI Assisted Documentation) તેમજ કોર્ડિનેટેડ એસ્કેલેશન પ્રોટોકોલ્સ (Coordinated Escalation Protocols) દ્વારા હોસ્પિટલની કાર્યપદ્ધતિને પણ વધુ સક્ષમ બનાવે છે, જેથી આરોગ્યસંભાળ ટીમોને યોગ્ય સમયે યોગ્ય માહિતી પ્રાપ્ત થાય છે. સારવારના દરેક તબક્કે દર્દી સંબંધિત માહિતીનું સાતત્ય જાળવી રાખીને, મૈરિંગો CIMS હોસ્પિટલ્સ દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં, ટાળી શકાય તેવી જટિલતાઓ ઘટાડવામાં, સારવારનો ખર્ચ ઘટાડવામાં, ICUમાં રહેવાનો સમય તેમજ હોસ્પિટલમાં કુલ રોકાણનો સમય ઘટાડવામાં અને દર્દીઓના સાજા થવાના પરિણામોમાં સુધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.”
લાઇફસાઇન્સ એ એક AI-પાવર્ડ પેશન્ટ મોનિટરિંગ અને ક્લિનિકલ ઇન્ટેલિજન્સ કંપની છે જે હોસ્પિટલ્સને દર્દીઓની તબિયત બગડે તે પહેલા લક્ષણોને ઓળખવામાં અને યોગ્ય સારવાર આપવામાં મદદ કરે છે. તેની ટેકનોલોજી સતત રિમોટ મોનિટરિંગ, રિસ્કને ઓળખવું, સમજાવી શકાય તેવી ક્લિનિકલ ઇનસાઇટ્સ અને પ્રથમ કોન્ટેક્ટથી લઇને હોસ્પિટલ ટ્રીટમેન્ટ, ક્રિટિકલ કેર, પ્રક્રિયાઓ અને ઘરે રિકવરી સુધી ઓટોમેટેડ ડોક્યુમેન્ટેશનને જોડે છે. લેબ્સ, નોટ્સ, રિપોર્ટ્સ અને દર્દીની મેડિકલ હિસ્ટ્રી સાથે મહત્વપૂર્ણ બાબતોનું વિશ્લેષણ કરીને, લાઇફસાઇન્સ ક્લિનિકલ ટીમ્સને સમયસર નિર્ણયોને સમર્થન આપવા માટે દર્દીની સ્પષ્ટ તથા સંપૂર્ણ સ્થિતિ જણાવે છે.
ADVERTISEMENT
આ અદ્યતન AI ઇકોસિસ્ટમ અપનાવીને મૈરિંગો CIMS હોસ્પિટલ્સે ડિજિટલ હેલ્થકેર ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે અને 24x7 AI સંચાલિત સતત દર્દી મોનિટરિંગ સેવા પ્રદાન કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. આ પહેલ દ્વારા હોસ્પિટલે નવીનતા, ક્લિનિકલ શ્રેષ્ઠતા અને વિશ્વસ્તરીય પેશન્ટ કેર પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.