ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Awarapan 2 Trailer: "મોત કા કર્જ ચુકાને આયા હું..." ફરી ‘શિવમ પંડિત’ બનીને પરત ફર્યો ઇમરાન હાશમી, પ્રેમ-દર્દ અને બદલાની કહાનીનું ધમાકેદાર ટ્રેલર
Last Updated: 04:47 PM, 6 August 2026
ADVERTISEMENT
ઇમરાન હાશ્મીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેની કલ્ટ ફેવરિટ ફિલ્મ 'આવારાપન'ના સિક્વલ 'આવારાપન 2' નું ધમાકેદાર અને ઇન્ટેન્સ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ બે દાયકા (2007 પછી) બાદ ઇમરાન પોતાના યાદગાર પાત્ર શિવમ પંડિતના રોલમાં વાપસી કરી રહ્યો છે. એક દિલજલે આશિકની આ વાર્તા આ વખતે પહેલા કરતાં પણ વધુ ડ્રામેટિક અને એક્શનથી ભરપૂર જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
1.25 મિનિટનું આ ટ્રેલર ઓરિજિનલ ફિલ્મના સુપરહિટ ટ્રેક સાથે શરૂ થાય છે, જે પ્રેક્ષકોને જૂની યાદોમાં લઈ જાય છે. વરસાદની વચ્ચે ઘાયલ ઇમરાનની એન્ટ્રી અને બેકગ્રાઉન્ડમાં વાગતું હાર્ટબ્રેકિંગ સોંગ 'તેરા મેરા રિશ્તા...' ફેન્સને નોસ્ટાલ્જિક ફીલ કરાવે છે. ટ્રેલરમાં શબાનાનું પાત્ર નેગેટિવ શેડમાં નજરે પડે છે, જે ઇમરાન (શિવમ) ને કહે છે- "એટલો સુંદર ચહેરો છે તારો, મૃત્યુને મળવાનો શોખ છે તને?" જેના જવાબમાં શિવમ કહે છે કે મૃત્યુ સાથે તેનો જૂનો સંબંધ છે અને એક કરજ છે જે તે ચૂકવવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રેલરમાં શિવમ ભૂતકાળના ઝાખમો ભૂલી શક્યો નથી અને તેના બદલાની આગ તેમજ ઇમોશન્સ ખૂબ જ હાઇ દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં દિશા પાટની 'ઝારા' ના રોલમાં જોવા મળી રહી છે, જે શિવમની સફરમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય શબાના 'નફીસા' ના પાવરફુલ પાત્રમાં છે, જ્યારે સપોર્ટિંગ રોલમાં પૂરન ગબ્બી અને સુરેન્દ્ર વિક્કી જેવા કલાકારો શામેલ છે.
આ પણ વાંચોઃ નેશનલ / વૃદ્ધાશ્રમમાં પિતાએ છેલ્લી ઘડી સુધી દીકરીઓની રાહ જોઈ, દીકરીઓએ ₹5,100 મોકલી Video Call પર જોઈ અંતિમ વિદાય
ADVERTISEMENT
પહેલા પાર્ટની જેમ 'આવારાપન 2' માં પણ તેના સોલફુલ સોંગ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સૌથી મોટા હાઇલાઇટ સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2007માં આવેલી 'આવારાપન' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ તેના બીજા પાર્ટથી મેકર્સને ઘણી આશાઓ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ 'બંટવારા 1947' સાથે થવાની છે. બંને ફિલ્મોની જોનર સાવ અલગ છે, તેથી બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ ધમાલ મચાવશે તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT