બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:36 PM, 7 August 2026
1/6
12 ઓગસ્ટ 2026 ના રોજ કર્ક રાશિમાં વર્ષનું બીજું પૂર્ણ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને તેનો સૂતક કાળ પણ અહીં માન્ય રહેશે નહીં. તેમ છતાં, તમામ 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે. ખાસ કરીને કન્યા રાશિના જાતકોની માનસિક સ્થિતિ, અંગત જીવન અને આર્થિક બાબતો પર આ ગ્રહણની સકારાત્મક અસર જોવા મળી શકે છે.
2/6
આ સૂર્યગ્રહણના કારણે કન્યા રાશિના જાતકોના જીવનમાં આર્થિક લાભના અનેક તકો સામે આવી શકે છે. આ રાશિ માટે ગ્રહણ 'ધન યોગ' જેવી સ્થિતિ બનાવી રહ્યું છે, જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને આવક-ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહેશે. નાણાં સરળતાથી પ્રાપ્ત થશે, છતાં પણ રોકાણ કે આર્થિક નિર્ણયો લેતી વખતે પૂરી તપાસ અને વિચારવિમર્શ કરીને જ આગળ વધવું હિતાવહ રહેશે.
3/6
4/6
જો તમે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ કે ભાવનાત્મક બોજ અનુભવી રહ્યા છો, તો આ સમયગાળો રાહત આપનારો રહેશે. જૂની ચિંતાઓ અને પરેશાનીઓ દૂર થશે, જેનાથી માનસિક બોજ હળવો થશે અને આગળ વધવાની નવી ઊર્જા મળશે. નકામો તણાવ ટાળવાથી તમારી વ્યાવસાયિક કાર્યક્ષમતા (Professionalism) પણ વધશે.
5/6
પોતાના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. કન્યા રાશિનો સ્વામી બુધ છે, તેથી ગ્રહણના શુભ પ્રભાવ માટે ભગવાન ગણેશને દૂર્વા (ધરો) અર્પણ કરો અને ગરીબોને લીલી વસ્તુઓનું દાન કરો. આ સિવાય વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અત્યંત ફળદાયી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ