ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / અમેરિકાનું ડ્રીમ બન્યું દુઃસ્વપ્ન! 12 વર્ષ આપ્યાં, એમ્પલોયરની એક ભૂલથી ભારતીય મહિલાનો H-1B વિઝા રદ થયો

NRI / અમેરિકાનું ડ્રીમ બન્યું દુઃસ્વપ્ન! 12 વર્ષ આપ્યાં, એમ્પલોયરની એક ભૂલથી ભારતીય મહિલાનો H-1B વિઝા રદ થયો

Published By: Pravin Joshi

Last Updated: 08:00 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં સપનાનું જીવન જીવવા ગયેલી એક ભારતીય મહિલા માટે 12 વર્ષની સખત મહેનતનો અંત અત્યંત દુઃખદ આવ્યો છે. ભારતીય મહિલાને H-1B વિઝા રદ થતા ખાલી હાથે ભારત પરત ફરવું પડ્યું.

ADVERTISEMENT

અમેરિકામાં સપનાનું જીવન જીવવા ગયેલી એક ભારતીય મહિલા માટે 12 વર્ષની સખત મહેનતનો અંત અત્યંત દુઃખદ આવ્યો છે. વિઝા સ્પોન્સર કરનાર કન્સલ્ટન્સી/આઈટી સ્ટાફિંગ એજન્સી દ્વારા છેલ્લા 6 મહિનાથી પગાર ન ચૂકવાતા અને પેરોલ (Payroll) ન ચલાવવામાં આવતા, તેનો H-1B વિઝા સ્ટેટસ રદ થઈ ગયો છે. પરિણામે, પોતાના પતિ અને ૩ નાના બાળકો સાથે તેણે ખાલી હાથે ભારત પરત ફરવાની ફરજ પડી છે. મહિલાએ એનઆરઆઈ (NRI) ગ્રૂપમાં પોતાની આ આપવીતી શેર કરતા અમેરિકામાં કન્સલ્ટન્સી કંપનીઓ દ્વારા થતા આ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે.

US VISA

પેરોલ બંધ થતા વિઝા સ્ટેટસ ગુમાવ્યું

મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા લખ્યું, હું 12 વર્ષ પહેલાં એક સારા ભવિષ્યના સપના સાથે અમેરિકા આવી હતી. દુર્ભાગ્યે, મારા એમ્પ્લોયરે છેલ્લા 6 મહિનાથી મારો પગાર બંધ કરી દીધો હતો. મેં ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DOL) માં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ, પેરોલ ન ચાલવાને કારણે મારો H-1B વિઝા સ્ટેટસ રદ થઈ ગયો અને હું બીજી કોઈ કંપનીમાં વિઝા ટ્રાન્સફર પણ ન કરી શકી. મારા પતિએ H-4 સ્ટેટસમાં શિફ્ટ થવું પડ્યું અને હું સમયસર H-4 માટે અરજી પણ ન કરી શકી. અમારે ૩ બાળકો છે, જેમાં એક નાનું બાળ પણ છે. અમે જે કંઈ બનાવ્યું હતું તે બધું જ ગુમાવ્યા પછી, અમારી પાસે ભારત પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેણે વધુમાં ઉમેર્યું, "આજે હું ખાલી હાથે અમેરિકા છોડી રહી છું. મારા એમ્પ્લોયરે અમે 12 વર્ષમાં જે કંઈ બનાવ્યું હતું તે બધું જ બર્બાદ કરી નાખ્યું. હું જાણું છું કે હું એકલી નથી; બીજા ઘણા લોકો ચૂપચાપ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હું આશા રાખું છું કે અમારો અવાજ સંભળાશે અને અન્ય કોઈએ આમાંથી પસાર થવું નહીં પડે.

scam aa

અમેરિકામાં કન્સલ્ટન્સી 'સ્કેમ': વાસ્તવિકતા શું છે?

યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ના નિયમો મુજબ, H-1B વિઝા ધારકે પોતાના લેબર કંડિશન એપ્લિકેશન (LCA) ની શરતો અનુસાર કામ કરવું અને પગાર મેળવવો અનિવાર્ય છે. જ્યારે કોઈ કર્મચારી વિઝા ટ્રાન્સફર, એક્સટેન્શન કે સ્ટેટસ ચેન્જ માટે અરજી કરે છે, ત્યારે USCIS પુરાવા તરીકે તાજેતરની 2 થી 3 પે-સ્લિટ (Pay Stubs) માંગે છે. જો પેરોલ રન ન થયો હોય તો USCIS તેને 'આઉટ ઓફ સ્ટેટસ' (ગેરકાયદેસર રોકાણ) ગણે છે.

ઘણી આઈટી સ્ટાફિંગ એજન્સીઓ અને કન્સલ્ટન્સીઓ વિદેશી વર્કર્સને હાયર કરીને ક્લાયન્ટ્સને સપ્લાય કરે છે. જ્યારે વર્કર પાસે કોઈ ક્લાયન્ટ પ્રોજેક્ટ હોતો નથી (જેને "બેન્ચ" પર હોવું કહેવાય છે), ત્યારે કેટલીક બિન-નૈતિક કન્સલ્ટન્સીઓ પૈસા બચાવવા માટે પેરોલ બંધ કરી દે છે.

આ પણ વાંચોઃ VIDEO : પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી 3 દીકરીઓ, વીડિયો કોલ પર જોયા, 5100 મોકલીને કહ્યું- ગંગામાં પધરાવી દેજો અસ્થિ

અમેરિકન લેબર લો (DOL) મુજબ 'બેન્ચિંગ' દરમિયાન પણ કર્મચારીને પૂરો પગાર આપવો કાયદાકીય રીતે ફરજિયાત છે. તેમ છતાં, જ્યારે કન્સલ્ટન્સી પગાર આપતી નથી, ત્યારે USCIS પે-સ્લિપના અભાવે કર્મચારીને જ દોષિત ગણી તેનો વિઝા રદ કરી દે છે, જેના કારણે નિર્દોષ આઈટી પ્રોફેશનલ્સ બેઘર થઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USImmigration H1BVisa ConsultancyScam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ